ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2023 (13:39 IST)

ભાણેજના લગ્નમાં ભર્યુ 321 કરોડનુ મામેરૂ - 81 લાખ કેશ લઈને પહોચ્યા 3 મામા, અનાજથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી, 23 લાખના ઘરેણા પણ

rajsthan wedding
લગ્નના મામેરા માટે જાણીતો રાજસ્થાનનો નાગૌર જિલ્લો ફરી એકવાર ચર્ચામાં છે. અહીં ત્રણ ખેડૂત ભાઈઓએ તેમની ભત્રીજીના લગ્નમાં 3 કરોડ 21 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે તેઓ થાળીમાં કેશ લઈને પહોંચ્યો તો બધા જોતા જ રહી ગયા. એટલું જ નહીં, ત્રણેય મામાઓએ દાગીના-કપડાંથી માંડીને અનાજ, ટ્રેક્ટર-ટૂલ, સ્કૂટી સહિતની વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપી હતી.
 
મામલો જિલ્લાના જાયલ વિસ્તારના ઝાડેલી ગામનો છે. ઉલ્લેખનીય છે કે  ઘેવરી દેવી અને ભંવરલાલ પોટલિયાની પુત્રી અનુષ્કાના ગઈકાલે બુધવારે લગ્ન હતા. આ દરમિયાન અનુષ્કાના દાદા ભંવરલાલ ગરવા, જે બુરડી ગામના રહેવાસી છે, તેમના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર સાથે કરોડો રૂપિયાનુ મામેરૂ લઈને પહોંચ્યા હતા.
 
પિતાનું આ સન્માન જોઈને ઘેવરી દેવી અને તેમના પરિવારની આંખોમાં આંસુ આવી ગયા હતા. બીજી બાજુ પિતાએ કહ્યું કે તે પરિવારમાં એકમાત્ર પુત્રી છે અને તેના નસીબને કારણે મારા ત્રણ પુત્રોને આટલું બધું મળ્યું છે.
 
થાળીમા મુખ્યા 81 લાખ રૂપિયા કેશ 
 
આ દરમિયાન થાળીમાં 81 લાખ રૂપિયા કેશ મુકવામાં આવ્યા. અનુષ્કાના નાના પોતે થાળી માથા પર મુકીને લગ્નમાં પહોચ્યા.  આ થાળીમાં 500-500 રૂપિયાની નોટોની થપ્પ્પી મુકી હતી.  અહી ગામ-સમાજના પંચ પટેલોની વચ્ચે 81 લાખ રૂપિયા ઉપરાંત 16 વીઘા ખેતી માટે જમીન, નાગૌર રિંગ રોડ પર લગભગ 30 લાખ રૂપિયાની કિમંતનો પ્લોટ, 41 તોલા સોનુ અને 3 કિલો ચાંદીના ઘરેણા આપ્યા. 
 
 આ ઉપરાંત અનાજની બોરીઓથી ભરેલી નવી ટ્રેક્ટર ટ્રોલી અને પોતાની પૌત્રી એટલે કે દુલ્હનને સ્કુટી પણ ભેટમાં આપી. આટલુ બધુ જોઈને ત્યા હાજર લોકોમાં આ મામારૂ ચર્ચાનો વિષય બની ગયો.