20 કલાકથી લાપતા ભારતીય એરફોર્સનું વિમાન, સુખોઇ-30 અને સી-130 સ્પેશ્યલ સર્ચ ઓપરેશનમાં લાગ્યા
ભારતીય વાયુ સેનાના રૂસ નિર્મિત એએન-32 પરિવહન વિમાન સોમવારે બપોરે અસમના જોરહાટથી ઉડાન ભારવાના લગભગ 33 મિનિટ પછી જ ગાયબ થઈ ગયુ. વિમાનમાં 13 લોકો સવાર હતા. લગભગ 20 કલાકથી વિમાનની શોધ ચાલુ છે પણ હજુ સુધી તેની કોઈ માહિતી મળી નથી. ભારતીય વાયુસેનએ કહ્યુ કે વિમાને જોરહાટથી સોમવારે બપોરે 12 વાગીને 23 મિનિટ પર અરુણાચલ પ્રદેશના શિ-યોમી જીલ્લાના મેનચુકા એડવાંસ્ડ લૈડિંગ ગ્રાઉંડ માટે ઉડાન ભરી હતી. લગભગ 1 વાગ્યે તેનુ જમીની નિયંત્રણ સાથે સંપર્ક તૂટી ગયો. વાયુસેનાએ નિવેદનમાં કહ્યુ કે દુર્ઘટના સ્થળના શક્યત સ્થાનને લઈને કેટલીક સૂચનાઓ મળી છે.
હેલીકોપ્ટરને એ સ્થાન પર મોકલવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈપણ કાટમાળ મળ્યો નથી. વિમાનની શોધ કરવા માટે વાયુસેનાએ બે એમઆઈ 17 હેલીકોપ્ટર ઉપરાંત સી-130 જે, સી 130 હરક્યુલિસ, સુખોઈ સૂ-30 ફાઈટર જેટ સર્ચ અભિયાનમાં લાગ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું કે, આ અંગે તેમણે એરફોર્સ સાથે વાત કરી છે અને વિમાનના મુસાફરોની સુરક્ષાની પ્રાર્થના કરે છે. નોંધનીય છે કે 2016માં ચેન્નઇથી પોર્ટ બ્લેયર જઇ રહેલું એએન-32 વિમાન ગુમ થયુ હતું. જેમા ભારતીય એરફોર્સે 12 જવાન, છ ક્રૂ મેમ્બર, એક નૌસૈનિક, એક સેનાનો જવાબ અને એક જ પરિવારના આઠ સભ્યો સવાર હતા. આ વિમાનનો કાટમાળ મળી શક્યો નથી.
IAF ગુમ વિમાનની ભાળ મેળવવા માટે ભારતીય સેના, વિભિન્ન સરકારી અને સિવિલ એજન્સીઓની સાથે સમન્વય કરી રહ્યાં છે. ભારતીય સેનાના હવાઇ અને જમીની દળો દ્વારા રાતથી જ સર્ચ ઓપરેશન ચાલુ છે. અંટોનોવ એન-32 એ અસમના જોરહાટથી ઉડાન ભરી હતી અને તે અરૂણાચલ પ્રદેશના મેચુકા ઘાટીમાં આવેલા મેચુકા એડવાન્સડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઇ રહ્યું હતું. વિમાને ઉડાન ભર્યાની લગભગ 35 મિનિટ બાદ સંપર્ક તૂટી ગયો. મેચુકા એડવાન્સડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીન સરહદની પાસે આવેલ છે.
આ પહેલાં જુલાઇ 2016મા ભારતીય વાયુસેનાનું એન32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બંગાળની ખાડીની ઉપરથી ગુમ થઇ ગયું હતું. આ વિમાનમાં 29 લોકો સવાર હતા. વિમાને ચેન્નાઇમાં એક એરબેઝથી ઉડાન ભરી હતી અને અંદમાન અને નિકોબાર દ્વીપ ગ્રૂપ માટે રવાના થયું હતું.