સોમવાર, 11 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By

Mother's Day: દિકરીઓની પ્રાઈવેટ વાતો જાણવા માટે શુ શુ કરી છે મા.. આ રહ્યા 5 પુરાવા

બાળકો ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જાય પોતાની મમ્મી માટે તેઓ હંમેશા જ બાળકો જ રહે છે. દરેક માતાનો પોતાના બાળક સાથે ખાટો-મીઠો સંબંધ હોય છે.  જેમા મમ્મીનો ઠપકો પડ્યા પછી પણ તેમના પ્રત્યે ગુસ્સો આવવાને બદલે પ્રેમ વધતો જ રહે છે. આવો આ મધર્સ ડે પર જાણીએ દરેક માતાની પસંદગીની 5 વાતો જે મોટાભાગે તે પોતાના બાળકોને સંભળાવે છે. 
 
કેવો રહ્યો દિવસ ?
 
બાળકો ઘરે આવતા જ દરેક મમ્મી તેમને આ કૉમન સવાલ જરૂર કરે છે કે કેવો રહ્યો તારો દિવસ. લંચ કર્યો કે નહી. ફાસ્ટ ફૂડને બદલે ઘરનુ બનેલુ કેમ નથી લઈ જતો/જતી.  શુ તમારી મમ્મી પણ કરે છે ને તમને આવા ટેઢા મેઢા પ્રશ્નો.  તેમના આ સવાલ અને ઠપકામાં પણ પ્રેમ છિપાયેલો છે. 
આ કપડા પહેરીને બહાર જઈશ ?
 
જ્યારે ક્યારેય તમે તમારી મમ્મીને કહો છો કે તમે બહાર તમારા મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છો તો મમ્મીનો પ્રથમ સવાલ હોય છે અરે આ પહેરીને જઈશ તુ બહારા.. જલ્દી ચેંક કર તારા કપડા. 
 
પર્સનલ વાતો આપણે મોઢેથી સાંભળવા માટે બની જાય છે મિત્ર 
 
મમ્મીને જ્યારે પણ પોતાના બાળકો પાસેથી કોઈ વાત બહાર કઢાવવી હોય છે તો તે ઝટ પોતાના ફેવરેટ લાઈન બોલે છે. બેટા હુ તો તારી મિત્ર છુ ને.. મને તુ કોઈપણ વાત શેયર કરી શકે છે.  અમે પણ આ વયમાંથી પસાર થઈ ચુક્યા છે.  સાચુ કહુ છુ ને તમારી સાથે પણ કંઈક આવુ થાય છે ને .. 
શોપિંગ માટે હંમેશા ના 
 
જ્યરે ક્યારેય તમે મમ્મીને પૂછો છો કે શુ તમે શોપિંગ પર જઈ શકો છો તો મમ્મી હંમેશા એવુ કહીને ના પાડી દે છે કે હજુ ગયા અઠવાડિયે તો કરી હતી શોપિંગ.  તારુ આખુ કબાટ કપડાથી ભરેલુ છે.... કેટલા કપડા જોઈએ તને. કોઈ જરૂર નથી શોપિંગની.   
 
તારો લંચ તુ જ ખાજે કોઈ બીજાને ન આપીશ 
 
દરેક મમ્મીને લાગે છે કે તેમનો પુત્ર કે પુત્રી ખૂબ કમજોર છે. તેથી તે પોતાના બાળકોને સમય સમય પર આ સલાહ આપતા રહે છે કે તે પોતાનો લંચ પોતે જ જમે બીજામાં ન વહેંચે. 
જ્યા જવુ હોય તારા પતિ સાથે જજે 
 
આ લાઈન દરેક મમ્મીની ફેવરેટ લાઈન હોય છે. ક્યાય પણ ફરવા માટે પરમિશન માંગો તો ફટાકથી બોલે છે તારા જીવનસાથી/પતિ સાથે જજે જ્યા જવુ હોય. મિત્રો સાથે વધુ હરવુ ફરવુ ઠીક નથી. 
 
ફોનને લઈને લઢવુ 
 
મમ્મી ફોન પર મિત્ર સાથે વાત કરવાથી લઈને મોટાભાગે પોતાના બાળકોને લઢતી રહે છે.  આખો દિવસ ફોન પર લાગ્યા રહો છો.. કોઈ કામ નથી તારી પાસે ગપ્પા મારવા સિવાય.. ઘરના કામમાં તો ક્યારે કોઈ ઈંટરેસ્ટ નથી લીધો. બસ ટાઈમ ખરાબ કરતા રહો છો.