મહાશિવરાત્રિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. જે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ના રોજ ઉજવાય છે. ચતુર્દ્શી તિથિના સ્વામી ભગવાન ભોલેનાથ છે. તેથી ધાર્મિક શાસ્ત્રોમાં તેને એકદમ શુભફળદાયી કહેવામાં આવે છે. આમ તો શિવરાત્રી દરેક મહિને આવે છે પણ ફાગણ કૃષ્ણ ચતુર્દશીની શિવરાત્રીને મહાશિવરાત્રી કહે છે. આ શિવરાત્રીનુ ખૂબ મહત્વ છે. તેથી માન્યતા છે કે જે લોકો આ દિવસે ભગવાન શંકરની આરાધના કરે છે તેઓ પરમ ભાગ્યશાળી બને છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનની બધી મનોકામના પૂર્ણ થાય છે.