સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (17:17 IST)

Maha Shivaratri 2020: મહાશિવરાત્રિ સાથે જોડાયેલ આ વાતો જાણો છો તમે

મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાશે.  એવુ કહેવાય છે કે આ દિવસે મા પાર્વતી અને શિવજીનો વિવાહ થયો હતો.  આ દિવસે યુવતીઓ સારો વર મેળવવા માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે 
 
છે. બીજી બાજુ મહિલાઓ પોતાના વૈવાહિક જીવનના ખુશહાલીની કામના કરે છે. અહી અમે તમને બતાવી રહ્યા છે મહાશિવરાત્રિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્ય. 
 
ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે. શાસ્ત્રોનુ માનીએ તો આ દિવસે ભગવાન શિવે આખા સંસારને સમુદ્ર મંથનમાંથી કાઢવામાં આવેલ વિષથી બચાવવા માટે વિષનુ પાન કર્યુ હતુ. એ જ કારણ હતુ કે તેમનો 
 
કંઠ ભૂરો થઈ ગયો. જેને કારણે તેમને નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા. 
 
મહાશિવરાત્રિ પર ભક્ત આખો દિવસ અને રાત્રે વ્રત રાખે છે અને બીજા દિવસે સવારે વ્રતનુ પારણ કરે છે. એવુ કહેવાય છે કે મહાશિવરાત્રિ નુ વ્રત કરવાથી રાજસ ગુણ અને તામસ ગુણ પર નિયંત્રણ કરી શકાય છે. 
 
મહાશિવરાત્રિ પર સૂર્ય ઉત્તરાયણ રહે છે અને ચંદ્રમાં કમજોર સ્થિતિમાં હોય છે. ચંદ્રમાં મનનો કારક છે તેથી ચંદ્રમાં ને મજબૂત કરવા માટે મહાશિવરાત્રિ પર ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. 
 
બીજી બાજુ શિવલિંગ પર અબરખ ભસ્મ અને ઘતુરો ચઢાવવાથી કાલ સર્પ, પિતૃ દોષ અને ગોચરોમાં નીચ ગ્રહોના પ્રભાવથી મુક્તિ મળશે.  પંચામૃત સ્નાન કરાવવાથી સાત જન્મોના પાપોનો નાશ થશે. સોમવારે શિવ પાર્વતીના વિવાહોત્સવની ધૂમધામ રહેશે.