રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (10:43 IST)

Income tax return ભરતા પહેલા આ પેપરો કરી લો એકત્ર, ખરા સમયે નહી આવે કોઈ પરેશાની

income tax
રિટર્ન ફાઇલ કરતા પહેલા TDS પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે
ફોર્મ 26AS એ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી દસ્તાવેજોમાંથી એક છે
રિટર્ન ફાઈલ કરવા માટે તમારી પાસે પાન નંબર અને આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે
 
Income tax return: અસેસમેંટ ઈયર  2022-23 ને માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ ચાલુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, તમારે પણ તમારું ઈંકમટેક્ષ રિટર્ન ભરવાની તૈયારી કરવી પડશે. શું તમે જાણો છો કે રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવે છે. તે માહિતી આપવા માટે, તમારી પાસે તેની સાથે જોડાયેલ ડોક્યુમેંટ હોવા જરૂરી છે.  જો તમારી પાસે ડોક્યુમેંટ નથી, તો તમે તમારું ITR યોગ્ય રીતે ભરી શકશો નહીં. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ITR ભરતી વખતે કયા પેપર્સની જરૂર પડશે તેના વિશે માહિતી. 
 
એમ્લાયર તરફથી મળનારુ ફોર્મ 16 
જો તમે નોકરી કરો છો  તો તમને એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મળ્યુ હોવું જોઈએ. આ ફોર્મ તમારા એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલ કર અને આવક દર્શાવે છે. જો તમને હજુ સુધી તમારા એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 નથી મળ્યું, તો આ ફોર્મ વહેલામાં વહેલી તકે મેળવી લો, કારણ કે જો તમારી પાસે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે ફોર્મ 16 ન હોય તો રિટર્ન ફાઈલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો, કોઈ કારણસર, તમારી પાસે ફોર્મ 16 નથી, તો તમે તમારી સેલરી સ્લિપની મદદથી પણ રિટર્ન ફાઇલ કરી શકો છો. આમાં દર મહિને કાપવામાં આવતા ટીડીએસની માહિતી પણ આપવામાં આવે છે. 
 
TDS સર્ટિફિકેટ 
પગાર સિવાય, જો તમારી પાસે આવકના અન્ય સ્ત્રોત છે અને તેના પર TDS કાપવામાં આવ્યો છે, તો તમારે રિટર્ન ફાઇલ કરતા પહેલા TDS પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જો તમે ભાડાની આવકમાંથી આવક મેળવી હોય, તેના પર શેર, એફડી અને ટીડીએસ કાપવામાં આવ્યા હોય, તો તેનું પ્રમાણપત્ર મેળવો.
 
ફોર્મ 26AS
ફોર્મ 26AS એ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી દસ્તાવેજોમાંથી એક છે. આ ફોર્મમાંથી તમે જાણી શકો છો કે કંપનીઓ અથવા બેંકો દ્વારા જે ટીડીએસ કાપવામાં આવ્યુ છે તેને સરકાર પાસે જમા કરાવ્યુ કે નહી. તમે આ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. જો તમે બીજી વખત તમારું રિટર્ન ફાઇલ કરી રહ્યા છો, તો તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ હશે. આનો ઉપયોગ કરીને, તમે www.incometaxindiaefiling.gov.in પર લૉગિન કરી શકો છો તે જાણવા માટે કે કંપની અથવા બેંકે તમારા પૈસા સરકારમાં જમા કરાવ્યા છે કે નહીં.
 
જો તમે પહેલી વાર તમારું રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો તમારે આ સાઈટ પર જઈને રજિસ્ટર યોર સેલ્ફ પર નોંધણી કરાવવી પડશે. તમારું યુઝર્સ  નામ અને તમારો PAN નંબર ત્યાં હશે. તમે પાસવર્ડ જાતે જનરેટ કરી શકો છો. લોગિન કર્યા પછી, તમે તેના પર ક્લિક કરીને ફોર્મ 26AS ડાઉનલોડ કરી શકો છો.
 
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
રિટર્ન ફાઇલિંગમાં બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. તેથી, ભરતા પહેલા, તમારા બધા બેંક ખાતાના સ્ટેટમેન્ટ્સ લો. આ સ્ટેટમેન્ટથી તમને બેંકમાં જમા પૈસા પર કુલ વ્યાજની માહિતી મળશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે વ્યાજમાંથી મળેલી માહિતી પણ દાખલ કરવી પડશે. જો, આ માહિતીને અવગણવામાં આવે છે અથવા ખોટી રીતે આપવામાં આવે છે, તો આવકવેરા વિભાગ તમારા પર દંડ લાદી શકે છે અને વધુ ચાર્જ વસૂલ કરી શકે છે.
 
ડિડ્ક્શનના ડોક્યુમેંટસ 
રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી પાસે આવકવેરાના વિવિધ વિભાગો અનુસાર કરમુક્તિના ડોક્યુમેંટસ હોવા જરૂરી છે. દા.ત. , જો તમે 80C, 80D અથવા 80E વગેરે હેઠળ મુક્તિ લીધી હોય, તો તમારી પાસે તેના કાગળો હોવા જોઈએ. જો કે, તમને આ માહિતી ફોર્મ 16માંથી પણ મળશે, પરંતુ કાગળ હોવાના કારણે ક્રોસ ચેકિંગમાં મદદ મળશે.
 
આ કાગળોની પણ જરૂર પડશે
રિટર્ન ફાઈલ કરવા માટે તમારી પાસે પાન નંબર અને આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે. તમારું રિટર્ન ઓનલાઈન ફાઇલ કરતા પહેલા ઉપરોક્ત તમામ કાગળો એકત્રિત કરો, આનાથી કોઈપણ ભૂલ વિના તમારું રિટર્ન ફાઈલ કરવાનું સરળ બનશે. આનાથી ભૂલ થવાની શક્યતા ઘટી જશે.