બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ભોપાલ. , બુધવાર, 17 એપ્રિલ 2019 (18:08 IST)

દિગ્વિજય સિંહને ટક્કર આપવા BJP એ સાધ્વી પ્રજ્ઞા પર જ કેમ પસંદગી ઉતારી ?

હિન્દુ આતંકવાદના આરોપનો સામનો કરી રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ઔપચારિક રૂપથી બીજેપીમાં જોડાય ગઈ છે. તેણે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ, સંગઠન મંત્રી રામ લાલ અને પાર્ટી મહાસચિવ પ્રભાત ઝા સાથે મુલાકાત કરી. 
 
ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે હુ સત્તાવાર રૂપે ભાજપામાં સામેલ થઈ ગઈ છુ. સાથે જ તેમણે કહ્યુકે હુ ચૂંટણી લડીશ અને જીતીશ પણ. 
ભોપાલ સીટ પર 12 મેના રોજ મતદાન થવાનુ છે.  કોંગ્રેસ તરફથી તેના દિગ્ગજ નેતા અને પાર્ટી મહાસચિવ દિગ્વિજય સિંહ મેદાનમાં છે. જેમણે બીજેપીની ટિકિટ પર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ટક્કર આપી રહી છે. 
 
પણ સાધ્વી પ્રજ્ઞાનો રસ્તો એટલો પણ સહેલો નહોતો. તેમણે હિન્દુત્વના આંદોલન માટે એટલી કુર્બાનીઓ આપી છે કે બીજેપીની સામે તેમને ટિકિટ આપવ સિવાય કોઈ અન્ય રસ્તો નહોતો.  તેમણે  દિગ્વિજય સિંહ સામે એ માટે ઉતારી કારણ કે દિગ્ગી રાજા જ તે વ્યક્તિ છે જેમને કારણે સાધ્વી પ્રજ્ઞાને નવ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા. 
 
ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહે જ સૌ પહેલા હિન્દુ આતંકવાદનો જુમલો તૈયાર કર્યો હતો. આ ખુલાસો કર્યો હતો ગૃહ મંત્રાલયના પૂર્વ સચિવ આરવીએસ મણિએ
 
દિગ્વિજય સિંહ દ્વારા ગઢાયેલા  હિન્દુ આતંકવાદના જુમલાને હકીકતમાં બદલવા માટે યૂપીએ સરકાર દરમિયાન માલેગાવ વિસ્ફોટ મામલામાં સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરવામાં આવી.  તેમના પર આરોપ લગાવ્યો કે વિસ્ફોટમં જે મોટરસાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો તે સાધ્વી પ્રજ્ઞાના નામે રજીસ્ટર્ડ હતી.  જો કે આ મોટરસાઈકલ સાધ્વી એક વર્ષ પહેલા જ અન્યને વેચી ચુકી હતી. પણ છતા પણ સાધવી પ્રજ્ઞાને નવ વર્ષ સુધી જેલમાં બંધ રહી. 
 
જો કે ત્યારબાદ સાધ્વીને પુરાવાના અભાવથી મુક્ત કરી દેવામાં આવી.  પણ નવ વર્ષ સુધી જેલમાં રહેવા દરમિયાન તેમના પર એટલી નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યા કે તેમને કેંસર થઈ ગયુ.  આ મહિલા સાધ્વી સાથે જેલમાં અશ્લીલ વ્યવ્હાર કરવામાં આવ્યો. તેને બળજબરીથી માસ માછલી ખવડાવવામાં આવી. સતત માર મારવામાં આવ્યો. અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો. 
 
કોઈપન મહિલા પોલીસ વગર જ તેમના કપડા પણ ઉતારવામાં આવ્યા.  પણ પોતાની માનસિક શક્તિથી સાધ્વી પ્રજ્ઞા સતત અત્યાચારો સહેતી રહી.  ખાસ વાત એ છે કે સાધ્વીની ધરપકડ કરનારા પોલીસ અધિકારી હેમંત કરકરે અને એક વધુ અધિકારી 26/11 ના હુમલામાં મુંબઈમા અસલી આતંકવાદીઓના હાથે માર્યા ગયા. 
 
સાધ્વી સાથેના આ બધ દુશ્વારોનુ પ્રથમ અને અંતિમ કારણ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ હતા. જેમણે હિન્દુ આતંકવાદના ખોટા હુમલાને પોષિત કરવા માટે સરકારી એજંસીઓએ સાધ્વી પર અત્યાચાર કર્યો. આ જ કારણ છે કે બીજેપીએ લોકતાંત્રિક રીતે સાધ્વી પ્રજ્ઞાને દિગ્વિજય સિંહ સામે પોતાના પર કરવામાં આવેલ અત્યાચારનો હિસાબ લેવા માટે મેદાનમાં ઉતારી છે.