બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (17:59 IST)

પીએમ મોદી માટે ફરી શુભ સિદ્ધ થયું અંક 8, જાણો 8 અંકથી મોદીનો ખાસ કનેકશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી દેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી 2019ના આવેલા પરિણામ અને રૂઝાનથી એક ફોટા એકદમ સાફ થઈ ગઈ છે. રૂઝાનમાં એનડીએને 300થી વધારે સીટ મળતી નજર આવી રહી છે. પીએમ મોદી 26 મે ને સરકાર બનાવવાવાના દાવા પેશ કરશે અને ત્યારબાદ પીએમ પદની શપથ લેશે. પીએમ મોદી માટે એક વાર ફરી 8 અંક શુભ સિદ્ધ થઈ રહ્યા છે. હકીકતમાં મોદીએ અત્યાર સુધી જેટલા પણ મહત્વપૂર્ણ ફેસલા અને યોજનાઓની શરૂઆત કરી છે, તેમાં 8 અંકની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અંક જ્યોતિષની ગણના મુજબ પીએમ મોદી માટે 8 અંક ખૂબજ શુભ ફળદાયક રહ્યું છે. 26 મેને બીજેપી રાષ્ટ્રપતિની સામે નવી સરકાર બનવાના દાવા કરશે. 
 
અંક જ્યોતિષની ગણના પ્રમાણે 26મે ના અંકના યોગ એટલી મૂલાંક 8 આવે છે. તે પહેલા 26 એપ્રિલને લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી મોદીએ તેમનો નામાંકન વારાણસી સંસદીય સીટથી દાખલ કર્યું હતું. જે અંકોના યોગ પણ 8 આવે છે. પાછલા લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી 26 મેને જ પ્રધાનમંત્રી પદની શપથ લીધી હતી. પીએમ મોદી એ પાકિસ્તાનના બાલાકોટમાં એયર સ્ટ્રાઈક કરવાના નિર્ણય પણ 26 ફેબ્રુઆરીને લીધું હતું. પીએમ મોદીએ ઘણા મહત્વપૂર્ણ ફેસલા 8, 17 અને 26મી તારીખમાં લીધા હતા. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત 8 એપ્રિલને, નોટબંદીનો ફેસલો 8 નવેમ્બર 2016ની રાત્રે 8 વાગ્યે લીધું હતું. આ બધાનો મૂલાંક 8 આવે છે. જે પીએમ મોદી માટે શુભ ગણાય છે.