શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 23 મે 2019 (16:46 IST)

Lok Sabha Election Results LIVE: - અમિત શાહ પહોંચ્યા દિલ્હી, દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ઉજવણી શરૂ

Lok Sabha Election Results LIVE:
 
- ભાજપાને મળેલ પ્રચંડ જીત પછી અડવાણીનુ ટ્વીટ - આ એક અદભુત અહેસાસ છે કે ભારત જેવા મોટા અને વિવિધતા ધરાવતા દેશમાં સફળતાપૂર્વક ચૂંટણી પુર્ણ થઈ. આ માટે ચૂંટણી પંચ અને તેની સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવું છું :
-BJP દિગ્ગજ નેતા એલ કે અડવાણીએ શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યા. 
- અમિત શાહ પહોંચ્યા દિલ્હી,  દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ઉજવણી શરૂ, તૈયારીના દ્રશ્યો સામે આવ્યા.
ચૂંટણી ભાજપની અભૂતપૂર્વ જીત માટે નરેન્દ્ર ભાઇ મોદને અભિનંદન પાઠવું છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટીનો સંદેશ દરેક વોટ સુધી પહોંચવામાં અગત્યની ભૂમિકા નિભાવી: લાલકૃષ્ણ અડવાણી, વરિષ્ઠ ભાજપ નેતા
-રાયબરેલી લોકસભા સીટ પર અત્યાર સુધીની ગણતરીમાં કોંગ્રેસના સોનિયા ગાંધીને 421094 વોટ જ્યારે ભાજપના દિનેશ સિંહને 292280 વોટ મળ્યા છે. સોનિયા ગાંધી હજુ પણ 128814 મતથી આગળ ચાલી રહ્યા છે. 
- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો નવજોત સિંહ સિદ્ધુ પર કટાક્ષ – ભારતમાં લોકો એ વાત કયારેય સ્વીકારશે નહીં કે કોઇ પાક આર્મી ચીફને ગળે લગાવે– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 લાખથી વધુ મતોથી જીત્યા, 28મીએ જશે વારાણસી
- હું જનાદેશનો સ્વિકાર કરૂ છું, પણ એ પણ હકીકત છે કે, ઈવીએમને લઈને લોકોના મનમાં શંકા તો છે. કોંગ્રેસે રાજીવ ગાંધીના સમયમાં ઘણું સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ કોઈએ પણ ચૂંટણી પર શંકા વ્યક્ત કરી નહોતી. તેવી જ રીતે અટલ બિહારી વાજપેયીનો વિજય પણ શંકાથી પરે હતો : શરદ પવાર

- કેરળના વાયનાડમાંથી રાહુલ ગાંધી જીત્યા, અમેઠીમાં કોકડું ગુંચવાયુ.
- અમેઠીમાં મુકાબલો દિલચસ્પ થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ પરંપરાગત સીટ પર ખતરો મંડરાય રહ્યો છે. ચાર રાઉંડ પછી સ્મૃતિ ઈરાની હાલ 8773 મતોથી આગળ ચાલી રહી છે.  
 શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા હતાં.
-નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અભિનંદન આપતા કહ્યું – તો એક્ઝિટ પોલનો વિજય થયો. હવે આ જબદજસ્ત પરફોર્મન્સ માટે ભાજપ અને એનડીએને અભિનંદન જ આપવાના બાકી છે. મોદી સાહેબ અને અમિત શાહે ખુબ જ પ્રોફેશનલ રીતે આખુ ચૂંટણી અભિયાન ચલાવ્યું અને જીતનાર ગઠબંધનને સાથે રાખ્યું. હવે પાંચ વર્ષ વધારે.
- કન્હૈયા કુમારની ભૂંડી હાર, ગિરિરાજ સિંહનો ઝળહળતો વિજય. 
- ચંન્દ્રબાબુ નાયડૂએ વિધાનસભામાં મળેલી હાર સ્વિકારી, આપશે રાજીનામું. 
- ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહે બીજેપીની પ્રચંડ જીત પર પીએમ મોદીને શુભેચ્છા આપી છે. 

- બીજેપી ઉમેદવાર હેમા માલિની, સની દેઓલ અને હંસરાજ હંસ મોટી લીડ સાથે આગળ. યુપીના આઝમગઢમાં એક્ટર નિરહુઆ અને લખનઉમાં પૂનમ માડમ પાછળ. ચર્ચિત બેઠક ગોરખપુરમાં એક્ટર રવિ કિશનને મોટી લીડ તો મુંબઇમાં એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર પાછળ ચાલી રહી છે.
 
- વલણોમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, એનનડીએ 300 બેઠકોને પાર જતી દેખાઇ રહી છે. ત્યારે નક્કી થાય છે કે, એનડીએએ 2014ની લોકસભા ચૂંટણીનો પોતાના જ રેકોર્ડ તોડી નાંખ્યો 
 
- બીજેપી-શિવસેના ગઠબંધન મુંબઇની તમામ છ બેઠકો પર આગળ, કર્ણાટકામાં બીજેપી ઓફિસની બહાર જીતનો જશ્ન, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ 'અબ કી બાર 300 પાર'નો વિશ્વાસ વ્યક્ત કર્યો.
-  શરૂઆતી ટ્રેન્ડમાં બીજેપી ગઠબંધન આગળ, એનડીએ યુપીએ કરતાં આગળ નીકળ્યુ
- પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને બીજેપી વચ્ચે કાંટે કે ટક્કર, ટ્રેન્ડમાં બન્ને નજીક
- અમેઠી બેઠક પર રાહુલ ગાંધીથી બીજેપીની સ્મૃતિ ઇરાની શરૂઆતમાં આગળ નીકળી
- વારાણસી બેઠક પરથી પીએમ મોદી આગળ ચાલી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં બીજેપી કુલ 14 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, વળી કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહ્યું છે. હજુ ગઠબંધને ખાતુ નથી ખોલાવ્યુ.

- લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ દિલ્લી ભાજપ કાર્યાલય બહાર જશ્ન
-  શરૂઆતી ટ્રેન્ડમાં બીજેપી ગઠબંધન આગળ, એનડીએ યુપીએ કરતાં આગળ નીકળ્યુ
-  પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને બીજેપી વચ્ચે કાંટે કે ટક્કર, ટ્રેન્ડમાં બન્ને નજીક
-  અમેઠી બેઠક પર રાહુલ ગાંધીથી બીજેપીની સ્મૃતિ ઇરાની શરૂઆતમાં આગળ નીકળી
-  અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી કરતાં આગળ નીકળી છે. રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી આગળ ચાલી રહ્યાં છે. મુંબઇની સાત બેઠકોમાંથી પાંચમા બીજેપી આગળ ચાલી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યાં છે.

-બંગાળમાં કાંટાની ટક્કર, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આગળ, શશિ થરૂર પાછળ 
 
- સૌથી મોટા રાજ્ય યૂપીથી ભાજપ માટે સારા સમાચાર આવ્યા, એક સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. યૂપીની આ પ્રતાપગઢ સીટ છે. તેની સાથે રાજધાની લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે.
 
- કર્ણાટકમાં પ્રથમ વલણ આવ્યું સામે, બે સીટ પર ભાજપ આગળ છે. જ્યારે રાજસ્થાનમાં પણ બે સીટ પર ભાજપ આગળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સારા સમાચાર છે. બંગાળમાં એક સટ પર ભાજપ આગળ છે.
 
-  દેશભરમાં 542 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે. થોડીવારમાં પરિણામ આવવાના શરૂ થઇ જશે.
મતગણતરી કેન્દ્રોની બહાર કડક-ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, તસવીર પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીની છે
 

-બીજેપી 44  સીટ પર આગળ અને કોંગ્રેસ 20   અને  અમુ 4 સીટ પર આગળ ચાલી રહ્યા છે 
- ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ આગળ 
- રાજકોટમાં બીજેપી આગળ 
- યુપીમાં બીજેપી આગળ 

-100 ટકા મળશે જીત - દિગ્વિજય સિંહ ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ ચૂંટણી લડી રહેલ કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યુ છે કે પોતાની જીત માટે 100 ટકા આશાવાદી છે. પ્રજ્ઞા ઠાકુરના ગોડસે પર આપેલ નિવેદન પર દિગ્વિજયે કહ્યુ કે રાષ્ટ્ર નક્કી કરશે 
 
- આ 78 સીટો બદલી શકે છે ગણિત વોટોની ગણતરી શરૂ થવાની છે. એક્ઝિટ પોલનુ અનુમાન બતાવી રહ્યુ છે કે 78 લોકસભા સીટો પર ખૂબ જ મોટો મુકાબલો છે. નીચે આપેલ લિંક પર વાચો એ કંઈ સીટો છે જ્યા જીત કે  હાર બદલી શકે છે સમગ્ર ગણિત 
- લોકસભા ચૂંટણી 2019નુ આજે પરિણામ 
-543માંથી 542 સીટો પર થયુ છે મતદાન 
- સવારે 8 વાગ્યાથી 542 સીટો પર વોટોની ગણતરી 
- Exit Pollમાં એકવાર ફરી મોદી સરકાર બનવાનુ અનુમાન 
- તેજસ્વી સૂર્યાએ કરી પૂજા - બેંગલુરૂ દક્ષિણથી બીજેપી ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ પોતાના ઘરમાં પૂજા કરી છે. તેજસ્વી ઓછી વયના ઉમેદવાર તરીકે જાણીતા છે અને આ ચૂંટણીમાં તેમને પોતાની અલગ ઓળખ બનાવી છે. 
- મતદાન કેન્દ્ર પર પહોંચવા લાગ્યા અધિકારી. મતદાન કેન્દ્ર પર ચૂંટણી અધિકારીઓ પહોંચવા શરૂ થઈ ગયા છે. સુરક્ષાબળ પહેલાથી જ ગોઠવાયેલા છે. ઉમેદવારોના પોલિંગ એજંટ પણ મતગનના કેન્દ્ર પર પહોંચવા લાગ્યા છે. 


23મી તારીખે દેશના જ નહી પણ દુનિયાના દરેક લોકોની નજર ભારતીય ટીવી અને મીડિયા પર રહેશે.  કારણ કે 23મી તારીખે લોકસભા ચૂંટ્ણી 2010નુ પરિણામ આવવાનુ છે.  એક્ઝિટ પોલના આંકડા આવ્યા પછી એકબાજુ જ્યા એનડીએ ઉજવણીની તૈયારી કરી રહ્યુ છે તો વિપક્ષી દળોનુ બીપી વધી ગયુ છે. છતા પણ તેમને પરિણામ પ્રત્યે પોઝિટિવ આશા છે. જાણો ચૂંટણીના તમામ અપડેટસ અંતિમ પરિણામ સુધી.. 
 
 
- કોંગ્રેસને સારા પરિણામની આશા, જનાદેશ શિરોધાર્ય રહેશે - અશોક ગહલોત 
 
- લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા NCPને મોટો ફટકો,  પૂર્વ મંત્રીએ આપ્યુ રાજીનામુ 
- સવારે ચાર વાગ્યાથી મતની ગણતરીનુ કામ પુરૂ થતા સુધી બંધ રહ્શે દિલ્હીનુ સેક્ટર 9માં માર્ગ સંખ્યા 224 
- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ આગામી 24 કલાક મહત્વપૂર્ણ, કાર્યકર્તાઓને સતર્ક અને ચોક્કસ રહેવાનુ કહ્યુ 
- પરિણામ પહેલા વિપક્ષની ઉડી ઉંઘ, દિગ્વિજય સિંહ પોતે પહોંચ્યા ઈવીએમની નજર રાખવા