ગાંધીનગરમાં અમિત શાહ 2.30 લાખની સરસાઈ સાથે આગળ, જીત નિશ્ચિત
રાજકીય ગતિવિધિઓના કેન્દ્ર ગણાતું ગાંધીનગર ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેની પ્રતિષ્ઠા પણ ધરાવે છે. 1989માં શંકરસિંહ વાઘેલા અહીંથી જીત્યા એ પછી કોંગ્રેસનો અહીં ગજ વાગ્યો નથી. મુખ્યત્વે સરકારી કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ઠાકોર, પાટીદાર અને દલિત સમાજનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપના ભીષ્મ પિતામહ ગણાતાં એલ.કે.અડવાણી અહીંથી છ વખત ચૂંટાયા છે. જોકે આ વખતે ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહીંથી મેદાનમાં ઉતર્યાં હતા. તેની સામે કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકિટ આપી હતી. આ બેઠક ભાજપ એકદમ સલામત છે અને અમિત શાહ અડવાણીની 2014ની લોકસભા ચૂંટણીની લીડ(4,83000)નો રેકોર્ડ તોડી શકશે નહીં તેના પર જ સૌ કોઈની મીટ મંડાયેલી છે. જો કે આ બેઠક પર 65.45 ટકા જ મતદાન થતાં હવે અડવાણીનો રેકોર્ડ તોડવો મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે. આ બેઠક પર 2014માં 64.95 ટકા અને આ વખતે સામાન્ય વધીને 65.10 ટકા મતદાન નોંધાયું છે.
પ્રથમ રાઉન્ડના અંતે 21560 મતોથી આગળ
બીજા રાઉન્ડના અંતે 52453 મતોથી આગળ
ત્રીજા રાઉન્ડના અંતે 79789 મતોથી આગળ
ચોથા રાઉન્ડના અંતે 1,31,475 મતોથી આગળ
પાંચમાં રાઉન્ડના અંતે 1.75 લાખ મતોથી આગળ