રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : ગુરુવાર, 10 જૂન 2021 (17:16 IST)

Surya Grahan 2021 Upaay - સૂર્ય ગ્રહણ પછી ઘરમાં જરૂર કરો આ 7 કામ

સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ ચુકી છે. આ ગ્રહણ 1 વાગીને 42 મિનિટ પર લાગ્યુ અને સાંજે 6 વાગીને 41 મિનિટ પર આ પુરુ થશે. આજનુ આ સૂર્ય ગ્રહણ અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. કારણ કે આજે વટ સાવિત્રી વ્રત, જેઠ અમાવસ્યા અને શનિ જયંતી પણ છે. વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ તમારા જીવનના દરે ક્ષેત્ર પર પ્રભાવ નાખશે. 
 
સૂર્યને ગ્રહોનો રાજા અને સકારાત્મક ઉર્જાનુ કેંદ્ર માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન પૂર્ણ રૂપથી ઉર્જા પર જ આધારિત છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય ઉર્જા અવરોધાય છે. વાસ્તુના કેટલાક ઉપાયો ગ્રહણના આ પ્રભાવથી બચી શકાય છે. આવો જાણીએ સૂર્ય ગ્રહણ દરમિયાન કરવામાં આવતા કેટલાક વાસ્તુ ઉપાયો વિશે 
 
સૂર્યને ગ્રહોનો રાજા અને સકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન પૂર્ણ રૂપથી સૂર્ય ઉર્જા પર જ આધારિત છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય ઉર્જા અવરોધાય છે. વાસ્તુના કેટલાક ઉપાયો 
 
ગ્રહણ દરમિયાન ઘર સાફ રહે. ત્યારબાદ મુખ્ય દ્વાર, રસોડુ અને બધી બારીઓની આસપાસ ગેરુથી સ્વસ્તિક ચિન્હ અંકિત કરો. સ્વસ્તિક ન બનાવી શકો તો ગેરુના કેટલાક ટુકડા જ ત્યા મુકી દો. 
 
ઘરના મઘ્યમાં એક હવન કુંડમાં હવનની બધી સામગ્રી નાખીને મુકી દો. ગ્રહણ પછી આ હવન સામગ્રી કોઈ મંદિરમાં મોકલાવી દો. 
 
ગ્રહણ દરમિયાન નીકળનરી કિરણો ખૂબ હાનિકારક હોય છે. ગ્રહણને ક્યારેય પણ ઉઘાડી આંખોથી જોવાનો પ્રયાસ ન કરો. આ માટે બનેલ વિશેષ ચશ્માનો જ ઉપયોગ કરો. 
 
રસોડની બધી દિશાઓમાં તુલસીના પાન નાખી દો. ઘરમાં બનેલા બધા ભોજન અને અનાજમાં પણ તુલસીના કેટલાક પાન નાખી દો. ગ્રહણ પુર્ણ થયા પછી આ બધા તુલસીના પાનને ખાવાની વસ્તુઓ અને અનાજમાંથી હટાવી દો.