ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (21:35 IST)

Solar Eclipse 2021: સૂર્યગ્રહણ દરમિયાન રાખો આ 5 પ્રકારની સાવધાની

10 જૂન 2021 ગુરૂવારે જ્યોતિષની દ્રષ્ટિમાં વર્ષનુ પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ  (Solar Eclipse 2021) થવા જઈ રહ્યુ છે. હિન્દુ મહિના મુજબ જેઠ મહિનાની અમાસના રોજ આ સૂર્ય ગ્રહણ થશે. જ્યોતિષ માન્યતા મુજબ સૂર્ય ગ્રહણને લાગવાથી 12 કલાક પહેલા જ સૂતક કાળ લાગી જાય છે.  જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહી દેખાય.  છતા પણ તેની અસર તો સંપૂર્ણ ધરતી પર રહેશે જ.  આવામાં તમે 5 પ્રકારની સાવધાની રાખી શકો છો. 
 
1. ગ્રહણનો સૂતક કાળ માન્ય નહી હોય પરંતુ ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ અને ગ્રહણ સમાપ્ત થઈ જાય ત્યારે સ્નાન કરીને શુદ્ધિ 
 
કરવી જોઈએ.  આવુ ન કરવાથી બાળકને ત્વચા સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. 
 
2. એવી માન્યતા છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન જળ પર તેની અસર થાય છે તેથી પાણીમાં તુલસીનુ પાન નાખીને તેને શુદ્ધ કરી લેવામાં આવે તો સારુ છે. 
 
3. બની શકે તો ગ્રહણ દરમિયાન ભોજન ગ્રહણ ન કરો તો સારુ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી જ ભોજનમાં તુલસી નાખીને જ ગ્રહણ કરો. કહેવાય છે કે ગ્રહણ 
 
દરમિયાન પાચન શક્તિ કમજોર અને જઠરાગ્નિ મંદ પડી જાય છે. 
 
4. એવુ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિ સુસ્ત થાકેલો અનુભવે છે. એવુ પણ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન સંવેદનશીલ કે ભાવુક વ્યક્તિ વધુ ભાવુક 
 
અને સંવેદનશીલ થઈ જાય છે. આ આપણી ભાવનાઓ પર અસર કરે છે અને નકારાત્મક ભાવોને જન્મ આપે છે. તેથી આ વાતમાં સાવધાની રાખો. સકારાત્મક 
 
ભજન કે ગીત સાંભળો. 
 
5. ગ્રહણ ખતમ થયા પછી ઘરની સફાઈ એટલા કરવામાં આવે છે કે જો ક્યાય પણ ગ્રહણની અસર પડી હોય તો તે સમાપ્ત થઈ જાય. ભલે આ વખતે ગ્રહણનો સૂતકકાલ માન્ય  ન હોય છતા પણ ઘરની સાફ સફાઈ કરવામાં શુ વાંધો છે.