1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
  4. Ibps clerk recruitment 2026

IBPS Clerk 2026: આઈબીપીએસ કર્લકના 11,403 પદ પર અરજીની અંતિમ તારીખ આગળ વધી, હવે આ દિવસ સુધી છે તક

Ibps clerk recruitment
Ibps clerk recruitment


IBPS Clerk Recruitment 2026: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન(IBPS) એ આઈબીપીસ કલર્ક ભરતી 2026 એટલે કે CRP CSA-XVI ને માટે ઓનલાઈન અરજીની તારીખ આગળ વધારવામાં આવી છે. હવે યોગ્ય ઉમેદવાર 28 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકે છે.  

 
આ ભરતી ઝુંબેશ હેઠળ કસ્ટમર સર્વિસ એસોસિયેટ (CSA) ના કુલ કુલ 11,403  પદ ભરવામાં આવશે. ઉમેદવારો 28  ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે અને જરૂરી ફી ચૂકવી શકે છે. ઉમેદવારોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.
 

આઈબીએસ કલર્ક ભરતી ની પરીક્ષા ક્યારે થશે ? 

ભરતી પ્રર્કિયા બે ચરણોમાં થશે. પહેલા પ્રારંભિક પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. તેમા સફળ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં સામેલ થશે.  
 

 ભરતી ચરણ   તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ  28 ઓગસ્ટ 2026
ફી ચુકવવાની અંતિમ તારીખ    28 ઓગસ્ટ 2026
અરજીમા સુધારની સુવિદ્યા ઓગસ્ટ 2026
શરૂઆતી પરીક્ષા 10 અને 11 ઓક્ટોબર 2026
મુખ્ય પરીક્ષા 27 ડિસેમ્બર  2026
 
ઉમદવારોએ અરજી અને ફી ની ચુકવણી ચોક્કસ સમય સીમાની અંદર પુરુ કરવુ પડશે. 

 

કોણ કરી શકે છે આઈબીપીએસ કર્લક ભરતી માટે અરજી ?

આ ભરતી માટે ઉમેદવારોને ચોક્કસ વય અને શૈક્ષણિક યોગ્યતા પુરી કરવી પડશે. 
 
- 1 ઓગસ્ટ, 2026  સુધીમાં ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
-  તેમના અંતિમ વર્ષમાં રહેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ તેમના અંતિમ પરીક્ષાના પરિણામો અરજીની અંતિમ તારીખ સુધીમાં જાહેર   કરવા આવશ્યક છે.
- આ ઉપરાંત, ઉમેદવારોએ ભરતી સૂચનામાં ઉલ્લેખિત અન્ય તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.
આગળનો લેખ
લાઇક્સની ઘેલછા! શખ્સે કાર પર ગર્લફ્રેન્ડ પાસે કરાવ્યા 3400 Kiss, 'પ્રેમની નિશાની' ભૂંસાવવા પોલીસ સ્ટેશન દોડવું પડ્યું