સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (09:29 IST)

શું તમારું બેંક અકાઉંટ હેક થઈ શકે છે આધાર નંબરથી, જાણો શું છે UIDAI

આધાર કાર્ડ, વોટર આઈડી, પેન કાર્ડ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. તેમાં આપેલી જાણકારી મહત્વપૂર્ણ હોય છે. આધાર કાર્ડમાં ભારતીય માણસની બાયોમેટ્રિક જાણકારી સિવાય માણસની બીજી નીજી જાણકારી પણ હોય છે. 
 
હવે સવાલ ઉભો થાય છે કે શું આધર નંબરનો ખબર હોવાથી કોઈ તમારું બેંક ખાતું હેક કરી શકે છે તો આ વિશે આધારની અધિકૃત સંસ્થા યૂનિક આઈડેટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા (UIDAI)નો કહેવું છે કે આવું નહી હોઈ શકે છે. 
 
UIDAI ની વેબસાઈટ પર આપેલી જાણકરી મુજબ આ ખોટું છે. UIDAI નો કહેવું છે કે જે રીતે માત્ર તમારી એટીએમ કાર્ડની જાણકારી રાખવાના કોઈ પણ એટીએમ મશીનથી પૈસા નહી કાઢી શકે છે તેમજ માત્ર તમારા આધાર નંબરની જાણકારી રાખવાથી કોઈ પણ માણસ ન તો તમારા બેંક ખાતાને હેક કરી શકે છે ન પૈસા કાઢી શકે છે.
 
જો તમારું બેંક દ્વારા આપેલ તમારા પિન /ઓટીપીને ક્યા પણ શેયર નહી કર્યું તો તમારું બેંક ખાતા સુરક્ષિત છે. તેના માટે તમને પણ સાવધાની રાખવી પડશે. તમારા એટીએમનો પિન ક્યાં પણ શેયર ન કરવું