આજે ભારતમાં લૉન્ચ થશે Oppo K3, જાણો શક્યત કિમંત, ફિચર્સ અને સ્પેશિફિકેશન વિશે...
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો (oppo) આજે ભારતીય માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo K3 લૉન્ચ કરશે. આ પહેલા તેની માહિતી ઈકોમર્સ સાઈટ અમેજન ઈંડિયા તરફથી મળી હતી. જેના પર ફોનને લઈને એક પેજ લાઈવ થયુ હતુ. ઓપ્પો કે3ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો ઓપ્પો કે3 પૉપ-અપ સેલ્ફી કૈમરા, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર, ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નૈપડ્રૈગન, 710 પ્રોસેસર, ફાસ્ટ ચાર્જિંગ માટે VOOC 3.0 તકનીક આપવામાં આવશે અને 256 જીબી સુધીની સ્ટોરેજ સાથે આવે છે. જો કે હાલ આ વાતની માહિતી નથી કે ભારતમાં લૉન્ચ થનારા વેરિયંટમાં આ બધા સ્પેસિફિકેશન એવા રહેશે કે પછી તેમા ફેરફાર કરવામાં આવશે.
Oppo K3 ની કિમંત
ચીની માર્કેટમાં ઓપ્પો કે3ના 6 જીબી રૈમ+64 જીબી સ્ટોરેજ વેરિએંટની કિમંત 1599 ચીની યુઆન (લગભગ 16,100 રૂપિયા) છે. 6 જીબી રૈમ+128 જીબી સ્ટોરેજ વેરિએંટની કિમંત 1899 ચીની યુઆન (લગભગ 19,100) રૂપિયા) છે. તેનુ ટૉપ વેરિએંટ 8 જીબી રૈમ+256 જીબી સ્ટોરેજ વેરિએંટથી યુક્ત છે અને તેની કિમંત 2299 ચીની યુઆન (લગભગ 23200 રૂપિયા) છે. ભારતમાં કિમંતને લઈને હાલ માહિતી નથી પણ આ 20 હજાર રૂપિયાની રેંજમાં લાવી શકાય છે.
Oppo K3 features જાણો સ્પેશિફિકેશન અને ફીચર્સ વિશે..
ઓપ્પો કે3માં 6.5 ઈંચનો ફુલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં સ્નૈપડ્રેગન 710 પ્રોસેસર સાથ 6જીબી અને 8 જીબી રૈમ છે. ફોનમાં ગેમબુસ્ટ 2.0 પહેલા થી જ પ્રી-ઈંસ્ટોલ છે. જે ફેમ બુસ્ટ અને ટચ બુસ્ટ જેવા ફીચર્સથી યુક્ત છે. તેમા 3,765 એમએએચની બેટરી આપવામાં આવી છે જે ઓપ્પો વુક 3.0 તકનીક દ્વારા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Oppo K3 માં 16 મેગાપિક્સલનો પૉપ-અપ સેલ્ફી કૈમરા આપવામાં આવ્યો છે. ફોનના પાછલા ભાગ પર બે રિયર કૈમરા આપવામાં આવ્યા છે. 16 મેગાપિક્સલના પ્રાઈમરી સેંસર અને 2 મેગાપિક્સલનો સેકેંડરી, ડેપ્થ સેંસર આપવામાં આવ્યુ છે.