રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 17 જુલાઈ 2019 (14:31 IST)

શુ તમે પણ કરો છો WhatsApp અને Telegramનો ઉપયોગ, આ ખતરાથી રહો સાવધાન

જો તમને લાગે છે કે  WhatsApp અને  Telegramની મીડિયા ફાઈલ્સ સુરક્ષિત છે તો તમે ખોટુ વિચારો છો. સાઈબર ફાઈલ્સ સાઈબર સિક્યોરિટી ફર્મ Symantecએ દાવો કર્યો છે કે આ મેસેજિંગ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થયેલ મીડિયા ફાઈલ્સને હૈકર્સ સહેલાઈથી જોઈ શકે છે અને તેમા હેરફરે પણ કરી શકે છે.  આવુ એક બગને કારણે થઈ રહ્યુ છે. ફર્મનો દાવો છે કે WhatsApp અને  Telegramમાં એક બગ છે જે કોઈ પણ ફોટો સહિત અન્ય મીડિયા ફાઈલ્સમાં ફેરફાર કરી શકે છે.  તેમા રહેલા Media File Jacking ક્યારેક હેંકર્સને મીડિયા અને ઑડોયો ફાઈલ્સમાં હેરફરે કરવાની અનુમતિ આપે છે. 
 
શુ  WhatsApp અને  Telegram પર ખતરો મંડરાય રહ્યો છે. આ સિક્યોરિટી ખામી Media File Jacking છે. આ એંડ્રોઈડ પ્લેટફોર્મ પર WhatsApp અને  Telegram ના  Save to Gallery ફીચરમાં ઈનેબલ હોય છે. હૈકર્સ આ ફોટોજ, વીડિયોઝ, ડોક્યુમેંટ્સ, ઈનવોયસ અને વૉયસ મેમોમાં ક્કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે છે. આ હૈકર્સ આ એપ્સમાં કેટલીક ફાઈલ્સ ટ્રાંસફર કરી શકે છે અને તેના દ્વારા આ ફેરફાર કરવામાં આવે છે. જો કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ યૂઝરના સ્માર્ટફોનમાં માલવેયર પહેલાથી જ ઈસ્ટોલ્ડ હોય. ઉલ્લેખનીય છે કે WhatsAppની મીડિયા ફાઈલ્સ એક્સટર્નલ સ્ટોરેઝમાં અને Telegram ની ગેલેરીમાં સેવ થાય છે. આવામાં આ બંનેમાંથી કોઈપણ એપ મીડિયા ફાઈલ પર નજર રાખતી નથી. આ જ કારણે આ મીડિયા ફાઈલ્સ પર જૈકિંગ અટેક થવાનો ખતરો બન્યો રહે છે.