બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 14 મે 2019 (12:02 IST)

OnePlus 7 અને 7 Pro આજે થશે લોંચ, અહી જુઓ

OnePlus 7 અને 7 Pro આજે ભારત સાથે જ ગ્લોબલી લૉન્ચ કરવામાં આવશે. ભારતીય સમય મુજબ આ સ્માર્ટફોનને રાત્રે  8:15  વાગ્યે લોંચ કરવામાં આવશે. લોંચ પહેલા જ OnePlus 7 અને 7 Proના અનેક નવા ફીચર્સ લીક થઈ ચુક્યા છે. આ બંને સ્માર્ટફોન OnePlus 6 અને OnePlus 6Tના સક્સેસર હશે.  કંપનીના દાવા મુજબ OnePlus 7 અને 7 Pro ના મુકાબલે ભારતમાં પહેલાથી જ મળતી ફલૈગશિપ ડિવાઈસ Samsung Galaxy S10e,  iPhone XR, Google Pixel 3 થી થશે. 
 
OnePlus 7 સીરિઝના ફીચર્સની વાત કરીએ તો આ ક્વાલકૉમ સ્નૈપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર સાથે આવશે. આ વાતની માહિતી OnePlusના CEO પેટે લાઉએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પ્રોસેસરને લૉન્ચ કરતી વખતે આપી હતી. પેટે લાઉએ જણાવ્યુ હતુ કે OnePlusના આગામી ફ્લૈગશિપમાં આ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોસેસરની ખાસ વાત એ છે કે આ 5G નેટવર્કને સપોર્ટ કરે છે. 
 
OnePlus 7 Pro ન જે ફીચર્સ પહેલાથે એજ લીક થયા છે તેનામુજબ તેમા 48 મેગાપિક્સલનો રિયર કેમરા અને પૉપ અપ સેલ્ફી કેમરા આપવામા આવશે. આ ઉપરાંત OnePlus 6T ની જેમ જ OnePlus 7 માં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર આપી શકાય છે. ફોનના બૈકમાં ટ્રિપલ રિયર કૈમરા સેટઅપ એલઈડી ફ્લૈશ સાથે આપવામાં આવી શકે છે. ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. 
 
OnePlus 7 Proની પ્રી બુકિંગ 3 મે થી 7 મે નીવચ્ચે કરવામાં આવી હતી. હવે આ ફોન સેલ માટે ક્યારે મળી રહેશે તેના વિશે માહિતી લૉન્ચ કર્યા પછી જ મળશે.  OnePlus 7 Proને ઈ કોમર્સ વેબસાઈટ અમેજન પર એક્સક્લૂસિવિલી સેલ માટે ઉપલબ્ધ કરાશે. OnePlus 7 સીરિઝ લોંચ ઈવેંટને તમે કંપનીની સત્તાવર વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયિઆ પ્લેટફોર્મ પર પણ Live Stream  કરી શકો છો.