PBKS vs DC: દિલ્હી કેપિટલ્સે પંજાબને ૩ વિકેટે આપી માત, પ્લેઓફની આશાને જીવંત રાખી
IPL 2026 ની 55મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને હતા. ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 5 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર અડધી સદી ફટકારી હતી. ઐયરે 59 રન બનાવ્યા હતા, જ્યારે પ્રિયાંશનું 56 રનનું યોગદાન હતું. પંજાબના વિશાળ સ્કોરના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે કેપ્ટન અક્ષર પટેલ અને ડેવિડ મિલરની વિસ્ફોટક અડધી સદીની મદદથી 3 વિકેટ ગુમાવીને 211 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પંજાબ પરની આ જીત સાથે, દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. દરમિયાન, પંજાબને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં એક સ્થાન આગળ વધીને 7મું સ્થાન મેળવી લીધું છે.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન): કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, સાહિલ પારખ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મુકેશ કુમાર, આકિબ નબી દાર, મિશેલ સ્ટાર્ક, લુંગી એનગિડી
પંજાબ કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, માર્કો જોન્સન, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
