સંબંધિત સમાચાર
- IPL 2023, KKR vs RCB HIGHLIGHTS:આરસીબીની શરમજનક હાર, KKR સામે જીતેલી મેચ ગુમાવી
- સંજૂ સૈમસનના નામે નોંધાઈ એક વધુ ઉપલબ્ધિ, એમએસ ધોની અને વિરાટ કોહલીના ક્લબમાં થયા સામેલ
- પૃથ્વી શોને લઈને સેહવાગ સાથે થયો આ દિગ્ગજ ખેલાડીનો વિવાદ, IPLમાં થયો મોટો હંગામો
- IPL 2023 ની ટ્રોફી જીતવી તો દૂર, ફાઈનલની આસપાસ પણ નહી પહોચે મુંબઈ - આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી
- IPL 2023: CSK ની જીત છતા કેમ નારાજ થયા એમએસ ધોની, મેચ પછી કપ્તાની છોડવાની ધમકી આપી દીધી !
LSG vs SRH HIGHLIGHTS: સનરાઇઝર્સની સતત બીજી હાર, લખનૌએ 16 ઓવરમાં મેચ જીતી લીધી
image source -twitter
IPL 2023, LSG vs SRH HIGHLIGHTS: IPL 2023ની 10મી મેચમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સામે હતી. આ મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌની ટીમે આસાનીથી 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
લખનૌએ આસાનીથી જીતી મેચ
આ મેચમાં ચેઝ કરવા ઉતરેલી લખનૌની ટીમે ફરી ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારપછી સનરાઈઝર્સે ફરી મેચમાં કમબેક કર્યું અને લખનૌને કાઈલ મેયર્સ અને દીપક હુડાના રૂપમાં 45 રનમાં બે ઝટકા આપ્યા. આ પછી કૃણાલ પંડ્યા (34)એ કેએલ રાહુલ (35) સાથે મળીને મેચને લખનઉ તરફ વાળી સનરાઇઝર્સ તરફથી આદિલ રાશિદે 2 વિકેટ લીધી હતી.
Muskuraiye @LucknowIPL pic.twitter.com/sUzAoQhfs0
— K L Rahul (@klrahul) April 7, 2023
હૈદરાબાદે બનાવ્યા 128 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 128 રન જ બનાવી શકી. આ મેચમાં અનમોલપ્રીત સિંહે 31 રન બનાવ્યા હતા. સાથે જ રાહુલ ત્રિપાઠીના બેટમાંથી 35 રનની ધીમી ઇનિંગ આવી. અને અબ્દુલ સમદ 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. અને અમિત મિશ્રાએ 2 વિકેટ લીધી હતી.
Nicholas Pooran finishes things off in style.@LucknowIPL chase down the target with 4 overs to spare as they beat #SRH by 5 wickets.
— IndianPremierLeague (@IPL) April 7, 2023
Scorecard - https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/STXF5KLMuI
