ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 20 એપ્રિલ 2022 (18:25 IST)

IPL 2022 - શુ રદ્દ થઈ જશે આજની મેચ, દિલ્હી કેપિટલ્સનો એક વધુ ખેલાડી કોરોના પોઝીટિવ, શુ કહે છે IPLનો નિયમ ?

Delhi Capitals
દેશમાં ઝડપથી કોરોનાના કેસ હવે રમતને પણ પ્રભાવિત કરી રહ્યા છે. ઈંડિયન પ્રીમિયર લીગમાં આ વાયરસે દિલ્હી કૈપિટલ્સ ફ્રેંચાઈજીને પોતાની જકડમાં લીધી છે. સાંજે 7 વાગ્યાથી પંજાબ કિંગ્સ સામે મેચ પહેલા ટીમનો એક વધુ વિદેશી ખેલાડી પોઝીટિવ જોવા મળ્યો છે.  હવે આખી ટીમ એકવાર ફરી કોવિડ ટેસ્ટમાંથી પસાર થશે. આ ખેલાડીનુ નામ અત્યાર સુધી સત્તાવાર બહાર આવ્યુ નથી. પણ સૂત્ર ન્યુઝીલેંડન ટિમ સિફર્ટ તરફ ઈશારો કરી રહ્યા છે. 
 
રૂમમાંથી બહાર નથી નીકળી શકતા ખેલાડી 
 
સ્કવોડમાં કોરોનાના સતત મામલાને ધ્યાનમાં રાખતા ડોર-ટૂ-ડોર સૈપલ લેવામાં આવી રહ્યા છે.  ખેલાડીઓને હોટલના રૂમમાંથી નીકળવા પર પણ રોક છે.  સૌથી પહેલા ટીમ ફિજિયો પૈટ્રિક ફરહાર્ટની રિપોર્ટ પોઝિટીવ આવી હતી. પછી 48 કલાકની અંદર ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને અનેક સપોર્ટ સ્ફાટ સંક્રમિત જોવા મળ્યા હતા.  પહેલા આ મેચ પુણેમાં રમાવાની હતી પણ ઉતાવળમાં તેને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે મેચ પહેલા દિલ્હી પોતાના ટીમના સભ્યોની કોવિડ રિપોર્ટ નેગેટિવ આવવાની દુઆ કરશે. 
 
શુ રદ્દ પણ થઈ શકે છે મેચ ?
 
નિયમ મુજબ જો કોઈ ફ્રેંચાઈજી ટીમમાં કોરોનાના અનેક મામલા સામે આવે છે અને ટીમ એક સબસ્ટિટ્યુટ સહિત ઓછામાં ઓછા 12 પ્લેયર્સ ઉતારવાની સ્થિતિમાં નથી હોતી તો પછી આઈપીએલ મેચ ટાળવા, રદ્દ કરવા કે અંક વહેચવાને લઈને અંતિમ નિર્ણય લેશે, જેને માનવુ અનિવાર્ય હશે. 
 
સામસામે 
કુલ મેચ - 28 
દિલ્હી જીતી -13 
પંજાબ જીત્યુ - 15