બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 16 એપ્રિલ 2022 (10:02 IST)

IPL 2022: હૈદરાબાદે રાહુલ ત્રિપાઠી અને માર્કરામના આધારે જીત મેળવી, કોલકાતાને ત્રીજી હાર મળી

રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામની શાનદાર ઇનિંગ્સને કારણે શુક્રવારે પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-2022ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. 
 
સનરાઇઝર્સ હૈદરાબાદે 17.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રાહુલ ત્રિપાઠીએ 37 બોલમાં 71 જ્યારે માર્કરામે 36 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. માર્કરામે KKRના ઝડપી બોલર પેટ કમિન્સની 18મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પછીના બે બોલમાં છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો. માર્કરામ 36 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ પાછો ફર્યો હતો.
 
ટૂર્નામેન્ટની પહેલી બે મેચ સતત હાર્યા પછી હૈદરાબાદ આટલું જોરદાર કમબેક કરશે એવી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ ટીમે ખરેખર બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે જ સમયે, KKRની 6 મેચમાં આ ત્રીજી હાર છે.
 
આની પહેલા KKRએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. નીતિશ રાણાએ સૌથી વધુ 54 રન કર્યા હતા. જ્યારે આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 49 રન કર્યા હતા. SRH તરફથી ટી નટરાજને 3 વિકેટ લીધી હતી.
 
કેન વિલિયમ્સને 2 હજાર રન કર્યા પૂરા 
કેન વિલિયમ્સને IPL અને હૈદરાબાદ માટે પોતાના 2000 રન પુરા કરી લીધા છે. તે ડેવિડ વોર્નર (4014) અને શિખર ધવન (2518) પછી SRH માટે 2,000 રન કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
 
નીતીશ રાણાની શાનદાર બેટિંગ
નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં તેની IPL કારકિર્દીની 14મી ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ઇનિંગ્સને વધુ લંબાવી શક્યો નહોતો અને 54 રન કરીને નટરાજન દ્વારા આઉટ થયો હતો.
 
 કોલકાતાની ખરાબ શરૂઆત
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી 6 ઓવરમાં હૈદરાબાદના બોલર્સે કોલકાતાને કમબેક કરવાની તક નહોતી આપી. આ દરમિયાન પાવરપ્લેમાં 3 વિકેટના નુકસાને 38 રન કર્યા હતા.