સંબંધિત સમાચાર
- National symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે
- 15મી ઓગસ્ટ ભાષણ : સ્વતંત્રતા દિવસ પર ઘરેથી જ online speechકેવી રીતે આપશો, જાણો Easy Tips
- Independence Day 15 August : સ્વતંત્રતા દિવસ વિશે 10 રોચક વાતો
- રાષ્ટ્રીય ધ્વજના 3 રંગ શું સંદેશ આપે છે, રાષ્ટીય ધ્વજના રંગ શાનું પ્રતિક છે ?
- 15મી ઓગસ્ટ વિશેષ - ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કેમ કહે છે ?
Independence Day 2021- સ્વતંત્રતાનો અમૃત તહેવાર- રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લઈએ
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 74 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે.
આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે.
દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે. તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે.
આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના સાત દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે.
આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ.
