બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (11:42 IST)

આ 7 આઈડિયા જેના દ્વારા જિદ્દી ડાઘ થશે દૂર...

ઘરને સાફ રાખવુ ખૂબ જ જરૂરી છે. ઘર જો સ્વચ્છ હશે તો તમારો પરિવાર બીમારીઓથી દૂર રહેશે પણ ઘરમાં એવા અનેક ખૂણા હોય છે જેને સાફ કરવા સહેલા નથી હોતા અને તેમા જ વધુ કીટાણુ છિપાયેલા રહે છે.  આજે અમે તમને આ મુશ્કેલ ખૂણાને સાફ કરવાના સહેલી ટિપ્સ બતાવી રહ્યા છે. જેનાથી તમારી પરેશાની દૂર થઈ જશે. 
 
 1. બારીઓ - એક ચિપિયા પર કપડુ બાંધીને તેના દ્વારા ગ્રિલની સફાઈ સહેલાઈથી કરી શકાય છે અને તેનાથી મુશ્કેલ ખૂણાની પણ સફાઈ થઈ જશે. 
 
2. ફ્રેમ - ઘરે ફૉયલ પેપર કે ટૉયલેટ પેપરની ખાલી ટ્યુબ લઈને વૈક્યૂમ ક્લીનરની આગળ લગાવીને બારીઓ અને દરવાજાઓના ફ્રેમના ખૂણા સાફ કરો. 
 
3. કાર - કારની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ગંદકી થતા અનેક પ્રકારના બેક્ટેરિયા જન્મે છે. જેનાથી બીમાર થવાનો ખતરો રહે છે. આ માટે કારના ખૂણાની સફાઈ એયર બડ્સ દ્વારા કરો. 
 
 4. કી બોર્ડ - કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો તો તેના કીબોર્ડ જરૂર સ્વચ્છ રાખો. આ માટે એક હાર્ડ પેપરને ફોલ્ડ કરીને તેને કીબોર્ડના બટનો વચ્ચે રગડો.  તેનાથી ગંદકી સાફ થઈ જશે. 
 
5. મૈટ્રેસ - (ગાદી) - ગાદીના ઉપર બેકિંગ સોડા છાંટી દો અને 10 મિનિટ પછી તેને વૈક્યૂમ ક્લીનરથી સાફ કરી દો. 
 
6. પાનાના સ્પૉટ - લીંબૂના રસ અને બેકિંગ સોડા મિક્સ કરીને લગાવી દો.  ત્યારબાદ બ્રશથી સાફ કરો. 
 
7. શૉવર હૈડ - 1/3 કપ બેકિંગ સોડા અને 1 કપ સિરકા મિક્સ કરીને એક પ્લાસ્ટિક બેગમાં નાખી દો અને શાવર હૈડ પર બાંધી દો. તેને 2-3 કલાક પછી ઉતારીને સાફ કરી દો.