Home Remedis- જો આ રીતે કરશો જીરાનું સેવન તો પેટની ચરબી ઝડપથી ઓછી થશે
જીરુ ખાવામાં ટેસ્ટી સ્વાદ અને સુગંધ આપે છે. તેની ઉપયોગીતા ફક્ત ખાવા સુધી જ સીમિત નથી પણ તેના અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ પણ છે. જીરામાં મૈગનીઝ, લોહ તત્વ, મૈગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફોરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આની સૌથી વધુ વિશેષતા એ છે કે આ વજનને ઝડપથી ઘટાડે છે. જીરાના સેવનથી પાચનતંત્ર સુધરે છે. મેટાબૉલિજ્મનુ સ્તર ઝડપી થાય છે અને આ ફેટના અવશોષણને પણ અવરોધે છે.
જાણો જીરાનું સેવન કેવી રીતે કરશો તો વજન ઓછુ થશે
એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જીરા પાવડરનુ સેવન કરવાથી શરીરમાં વસાનુ અવશોષણ ઓછુ થાય છે. જેનાથી સ્વભાવિક રૂપે વજન ઓછુ કરવામાં મદદ મળે છે. એક મોટી ચમચી જીરુ એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને મુકી રાખો. સવારે તેને ઉકાળી લો અને ગરમા ગરમ ચા ની જેમ પીવો. બચેલી જીરુ ચાવી જાવ. આનુ રોજ સેવન કરવાથી વધારાની ચરબી શરીરમાંથી બહાર નીકળી જાય છે.
સેકેલી હીંગ, સંચળ અને જીરુ સમાન માત્રામાં લઈને ચૂરણ બનાવી લો. તેને 1-3 ગ્રામ માત્રામાં રોજ દિવસમાં બે વાર દહી સાથે લેવાથી વજન ઓછુ થાય છે. આના સેવનથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થવા ઉપરાંત શરીરમાં રક્તનું પરિસંચરણ પણ ઝડપથી થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે ભોજન કરવાના ઓછામાં ઓછા બે કલાક પછી ચૂરણ લો અને ચૂરણ લીધા પછી એક કલાક સુધી કશુ ન ખાશો.