ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2019 (17:48 IST)

મધુર મકાઈ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.  .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે.  પંજાબી વાનગી મકાઈની રોટલી અને સરસોનું શાક માત્ર ઉતર ભારતીયો વચ્ચે જ નહી , પણ પૂરા ભારતવાસિમાં લોકપ્રિય છે.  મોટા- મોટા હોટલોમાં આ  શિયાળાની સ્પેશ્લ ડિશ ગણાય છે. મકાઈના લોટમાં મૂળા કે મેથી નાખી રાંધેલી રોટલી માખણ અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના લોટથી બ્રેડ,બિસ્કીટ અને ટોસ્ટ પણ બને છે. કાચી મકાઈને સુકાવી તેનો કકરો લોટ દળી તેને  દૂધમાં રાંધીને ખાવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રહે છે. 
 
વરસાદમાં શેકેલી મકાઈ સૌને ખૂબ જ ભાવે છે. લોકો મકાઈ સિવાય પાપકાર્ન ,શેકેલા મકાઈના દાણાના પણ ખૂબ શોકીન હોય છે. જે સામાન્ય માણસથી  માંડીને મોટી મોટી કંપનિયો વેચે છે.  મકાઈ બાફીને તેને આમલીના ચટણી સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈનું  ગરમ-ગરમ સૂપ  દરેક મોસમમાં સ્વાસ્થ્ય માટે સારુ  છે અને સ્વીટ કાર્ન સૂપની તો વાતો જ અનોખી છે. 
 
મકાઈનું શરબત ,મુરબ્બો અનેક બનાવટી માખણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એના રેશે માટીના વાસણ , દવાઓ રંગરેજ કાગળની વસ્તુ અને કાપડ બનાવવામાં કામ આવે છે. પશુઓના ધાનના રૂપે પણ આ ઉપયોગમાં લેવાય  છે. હૃદયરોગ વિશેષજ્ઞ મકાઈનું તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એક પ્રકારની દારૂ અને બીયર બનાવવામાં પણ એનો પ્રયોગ કરાય છે. 
 
-આ પેટના અલ્સર અને કબ્જિયાતથી મુક્તિ અપાવવામાં સહાયક છે. 
 
-આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 
 
-નબળાઈમાં એ સારી ઉંર્જા આપે છે. 
 
-બાળકોના સૂકા રોગમાં પણ ફાયદાકારી છે. 
 
-આ મૂત્ર પ્રણાલી પર નિયંત્રણ રાખે છે. 
 
-દાંત મજબૂત રાખે છે. અને કાર્નફ્લેક્સના રૂપમાં ઉપયોગમાં લેવાતા હૃદયરોગમાં પણ લાભકારી છે.