શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે

વ્યાયામ કર્યા બાદ એક કપ કોફી પીવાની ટેવને હવે તમારું રૂટિન બનાવી દેજો. કારણ કે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કેફીન અને વ્યાયામ એકસાથે મળીને તમારી ત્વચાને કેન્સરથી બચાવાનું કામ કરે છે.

ન્યૂ જર્સીમાં 'રૂટગર્સ આર્નેસ્ટ મારિયો સ્કૂલ ઓફ ફાર્મસી'ના સંશોધકોએ તેમના સંશોધનમાં જાણ્યું કે વ્યાયામ અને કેફીનના મિશ્રણથી કેન્સર માટે સંવેદનશીલ ઉંદરોમાં 'સ્કિન ટ્યુમરની સંખ્યા'માં 62 ટકાનો ઘટાડો નોંધાયો. જે જાનવરોનો ઇલાજ કરી ચૂકાયો હતો તેમનામાં ટ્યુમરોની સંખ્યામાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.

આ મહત્વના સંશોધનના મુખ્ય સંશોધક ડૉક્ટર યાઓ-પિંગ લુએ જણાવ્યું, વ્યાયામ અને કેફીનનો મેળ ઉંદરોમાં સૂર્યની રોશનીથી છતાં કેન્સરના નિર્માણને ઓછું કરી શકે છે. મને વિશ્વાસ છે કે અમને આવા જ પરિણામો મનુષ્યના કિસ્સામાં પણ મળશે જેનાથી ભવિષ્યમાં કેન્સરના ઇલાજમાં ઘણો લાભ થશે.