સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:22 IST)

પેટમાં થતી ગેસથી તરત જ આરામ મેળવવા માટે અપનાવો આ અસરકારક ટિપ્સ

ખોટા ખાન પાનને કારણે ઘણા લોકોને પેટની બીમારીઓ થઈ જાય છે. તેનાથી કબજિયાત, ગેસની પરેશાની, આફરો અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી જાય છે. લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે ડોક્ટરી સહાયતા લે છે.  તમને જો આ પ્રકારની સમસ્યા થાય છે તો વોક અને વ્યાયામની સાથે આ ઘરેલુ ઉપાયોને રૂટિનમાં સામેલ કરવાથી આરામ મળી શકે છે. 
 
1. પાણી - કુણુ પાણી પીવાથી પાચન ક્રિયા ઠીક રહેવા ઉપરાંત ગેસ પણ બનતી નથી. ગૈસ્ટ્રિકની સમસ્યા વધુ હોય તો ગરમ પાણી સાથે અજવાઈન કે જીરુ ખાવાથી તરત જ આરામ મળે છે. જમ્યા પછી કુણુ પાણી પીવુ જોઈએ. 
 
2. કાળા મરી - કાળા મરીનુ સેવન ખૂબ જ લાભકારી હોય છે. આયુર્વેદમાં કાળા મરીને પેટ માટે અચૂક દવા માનવામાં આવી છે.   તેનુ સેવન કરવાથી શરીરમાં લાર અને ગૈસ્ટ્રિક જ્યુસની માત્રા વધે છે. જેનાથી પાચન સહેલાઈથી થાય છે અને ગૈસ્ટ્રિકની સમસ્યા દૂર થાય છે. 
 
3. લસ્સી - પેટમાં બળતરા અને ઉપચો દૂર કરવામાં છાશ લાભકારી છે. તેનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા ઠીક રહે છે અને તેમા રહેલ લૈક્ટિક એસિડ ગૈસ્ટ્રિક સમસ્યાઓને પણ દૂર કરે છે. 
 
4. વરિયાળી - વરિયાળી મોઢાનો સ્વાદ વધારે છે. સાથે જ તેના સેવનતી ગૈસ્ટ્રિક અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. જમ્યા પછી વરિયાળીન સેવન કરવુ જોઈએ. તેનાથી પેટની પરેશાનીઓથી લાભ મળે છે. 
 
5. આદુ - આદુના રસમાં ગરમ પાણી અને ખાંડ મિક્સ કરો અને તેનુ સેવન કરો. આદુવાળી ચા પણ પી શકો છો. 
 
6. લીંબૂ - લીંબૂના રસમાં પાણી મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા થતી નથી અને પાચન ઠીક રહે છે. લીંબૂના સેવન ગૈસ્ટ્રિક, અપચ, હાર્ટ બર્ન જેવી સમસ્યાઓના ઉપચારમાં મદદરૂપ માનવામાં આવે છે. જેનુ સેવન ખાલી પેટ કરવુ જોઈએ. 
 
7. અજમો - અડધી ચમચી અજમો અને અડધી ચમચી મીઠાનુ સેવન ગરમ પાણી સાથે કરવાથી ગૈસ્ટ્રિક સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ભૂખ પણ લાગવી શરૂ થઈ જાય છે.