Health care-શિયાળામાં રોજ ટામેટાં ખાવ અને સ્વસ્થ રહો- જાણો 5 ફાયદા
ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો.
જો તમારા શરીરમાં લોહીની ઉપણ છે અને ચહેરો ફીક્કો પડી ગયો છે તો તમે શક્ય તેટલા વધુ ટામેટા ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઉઠશે. તેમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે. વિટામિન એ, બી, સી સિવાય તેમાં પોટાશ તેમજ તાંબુ હોય છે. લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.
ટામેટાને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલું પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટા પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનો તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે તેનું નિયમિત સેવન કરવું જોઇએ.
ખાતા પહેલા પાકેલું લાલ ટામેટું કાપી તેની પર સિંધાલુ મીઠું અને કાળા મરીનો ભૂક્કો નાંખી તેને આદુ સાથે લઇ બાદમાં ભોજન કરો.
-આના નિયમિત સેવનથી મોઢાના ચાંદા સાજા થઇ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
-આ સિવાય પેટ, મૂત્ર વિકાર, ડાયાબીડિઝ અને આંખોની નબળાઇ જેવા રોગ પણ ટામેટાના સેવનથી દૂર રહે છે.
-ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ ટામેટાનું નિયમિત સવારે સેવન કરવું જોઇએ, આ તેમના માટે ટોનિકનું કામ કરશે. આખા શિયાળા દરમિયાન
-દરરોજ સવારે 3-4 ટામેટા કાચા જ ખાઇ જાવ અને પોતાની જાતને બનાવો સ્વસ્થ અને બળવાન.