બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2019 (18:19 IST)

હોળી/ધુળેટી રમતા પહેલા ચેહરા પર અને વાળ પર લગાવી લો આ વસ્તુઓ

હોળી રમવી ભલા કોણે ન ગમે.  પણ રંગોથી સ્કિનને થનારુ નુકશાનને કારણે લોકો હોળી રમવુ ઓછુ પસંદ કર છે. હોળી સાંભળતાજ સુંદર રંગોના ઈન્દ્રધનુષનો ખ્યાલ આવે છે જે તમને ખુશ કરી દે છે.  હોળીનો તહેવાર એક બાજુ જો ખુશી અને ઉત્સાહ લઈને આવે છે તો બીજી બાજુ હોળી રમ્યા પછી રંગ સ્વચ્છ કરવુ એ પણ એક સમસ્યા હોય છે. 
 
કુત્રિમ રંગોમાં વર્તમાન રસાયણ નુકશાનદાયક હોય છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓનુ કારણ બને છે. તેમા ત્વચાની ગડબડી, રંગ ખરાબ હોવો બળતરા, ખંજવાળ અને ખુશ્કી વગેરેનો સમાવેશ છે.  હોળીના રંગમાં રહેલ કઠોર રસાયણ ખંજવાળ અને બળતરાનુ કારણ બની શકે છે અને ખજવાળ કરતા આ એક્ઝીમાનુ રૂપ લઈ શકે છે અને આ રંગોથી થનારી સૌથી સામાન્ય પ્રકારની પ્રતિક્રિયા છે. 
 
રંગોના સાઈડ ઈફેક્ટ્સથી બચવુ હોય તો રંગ લગાવતા પહેલા આ રીતે કરો સ્કિન કેયર 
 
- પહેલા જ રોકથામ કરવી પછી ઉપાય કરવાથી સારુ છે. હોળીના રંગોની મજા લેવા માટે બહાર નીકળતા પહેલા રાખવાની કેટલીક સાવધાનીઓ 
- જાડા કપડા પહેરો જે તમારા શરીરને જેટલુ વધુ શક્ય હોય ઢાંકીને રાખી શકે.  આ રીતે જો તમારા પર કોઈ એવો રંગ લગાવ્યો જે ત્વચાના હિસાબથી ખરાબ છે તો આ ત્વચા સુધી પહોંચી નહી શકે અને સંવેદનશીલ ત્વચા સુરક્ષિત રહેશે. 
- સનસ્ક્રીન કે બેબી ઓઈલની એક મોટી પર સ્કીન પર રક્ષાત્મક આવરણ બનાવશે. તેનાથી રંગો માટે ત્વચાની અંદર જવુ મુશ્કેલ થઈ જશે.  એટલુ જ નહી હોળી રમ્યા પછી ગુલાબી તેનાથી રંગને હટાવવુ કે ત્વચાને સાફ કરવુ સહેલુ થઈ જશે. 
-લાલ કે ગુલાબી શેડનો ઉપયોગ કરો. જેને સહેલાઈથી હટાવી શકાય. બ્લેક, ગ્રે, પર્પલ અને ઓરેંજ જેવા રંગ ત્વચા પરથી હટવાનો સમય લાગે છે. 
- તમારી કોણી અને ઘૂંટણ પર વેસલિન કે પેટ્રોલિયમ જેલી પહેલાથી જ લગાવી લો. નખમાં રંગ લાગી જાય તો ખૂબ ખરાબ લાગે છે અને તેને તરત સાફ કરવા લગભગ અશ્કય હોય છે. 
- હોઠને બચાવવા માટે લિપ બામનો ઉપયોગ કરો. જેથી તેની રક્ષા થઈ શકે 
- વાળને રાસાયણિક રંગોથી બચાવવા માટે તેલ લગાવો. જેનાથી વાળ ધોતી વખતે વાળમાંથી રંગ સહેલાઈથી નીકળી જશે. 
- આંખો સૌથી નાજુક છે તેથી આંખોની રક્ષાનો ઉપાય કરો. હોળી રમતી વખતે કે ગ્લેયર્સ પહેરો કે પછી ભરપૂર પાણીથી આંખો ઘોતા રહો. ધ્યાન રાખો કે તમારી આંખો રગડશો નહી 
- વાળ અને ત્વચા સાથે નખનુ પણ ધ્યાન રાખો. પારદર્શી નેલ પેંટ લગાવો જેથી રાસાયણિક રંગ તમારા નખમાં ફસાય નહી. તેને કાઢવામાં સૌથી વધુ સમય લાગે છે. 
- પુષ્કળ પાણી પીવો અને તમારા શરીર અને ત્વચાને હાઈડ્રેટેડ મુકો જેથી સુકી ત્વચામાં રંગ વધુ સમય સુધી બની રહે. આ ઉપરાંત તરલ પદાર્થોનુ સેવન કરવાથી ઉર્જાનુ સ્તર બન્યુ રહેછે.  તમારી ત્વચાને કુત્રિમ રંગોના હાનિકારક રસાયણોથી બચાવવા માટે ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો. જો તમને એલર્જી છે કે રેશેજ થઈ જાય છે તો ત્વચા રોગ વિશેષજ્ઞનો સંપર્ક કરો.