સંબંધિત સમાચાર
- ગરબા કવીન ફાલ્ગુની પાઠક ની ગુજરાતી ફિલ્મ માં એન્ટ્રી
- લોસ એન્જલસમાં યોજાયો ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ
- અમેરિકામાં ફરીવાર યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
- Kesari Movie Review - પરાક્રમ અને માનવીય પ્રેમની ગાથા
- Luka Chuppi Movie Review: કાર્તિક આર્યન-કૃતિ સેનનની પેટ પકડીને હસાવતી 'લુકા છુપી'
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરના ફેસબુક પેજને હેક કરી અપલોડ કરી અશ્લીલ ફિલ્મ
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને જાણિતા ગાયક વિક્રમ ઠાકોરના ફેસબુક પેજને કોઇએ હેક કરી પોર્ન ફિલ્મ અપલોડ કરી દીધી હતી. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક વીડિયો અપલોડ કરતાં પોતાના ફેન્સની માફી માંગતા કહ્યું કે કેટલાક લોકોએ આવું કામ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેમને છોડીશ નહી.
આ મામલે વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કેટલાક લોકો આમ કરીને ગેરકાનૂની હરકત કરીને મારી છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મેં આ મામલે સાયબર સેલમાં એફઆઇઆર નોંધાવી છે.
વિક્રમ ઠાકોર જેવા જાણિતા કલાકારના ફેસબુક પેજ પર આ પ્રકારનો અશીલ વીડિયો અપલોડ થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી. ત્યારબાદ વિક્રમ ઠાકોરે સામે આવીને લોકોને જાણકારી આપી કે કેટલાક લોકોએ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. જોકે આ મામલે સાઇબર ક્રાઇમે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
