રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (15:13 IST)

હવે થિએટર પહેલા તમે માણી શકો છો ફિલ્મની મજા શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર મલ્હાર ઠાકરની ફિલ્મ “સ્વાગતમ” સાથે

દર્શકો આ મૂવીનું સ્ટ્રીમિંગ જોઈ શકશે 20મી મેથી

‘સ્વાગતમ્- વેલકમ ટુ મેહતાસ’માં પોર્ટુગલ સ્ટાઈલના એક બંગલા ‘મેડહાઉસ’માં રહેતા એક મેહતા પરિવારની આ વાર્તા છે. જેના સભ્યો અત્યંત પ્રેમાળ અને નમ્ર છે કે, જે લોકો તેને મળે તેઓ તેમનાથી અભિભૂત થઈ જાય. પણ જેમ દરેક સિક્કાની બીજી બાજુ હોય એ રીતે આ અત્યંત સારો દેખાતો પરિવાર પણ રહસ્યથી ભરેલો છે. આ રહસ્ય શું છે, એ જાણવા માટે જૂઓ મૂવી સ્વાગતમ્... 
 
આ મૂવીની વાર્તા માનવની આસપાસ ફરે છે, જે લગ્ન વિરોધી લેખક- વિવેચક છે અને તેની પ્રેમિકા જાનવી માનવની સાથે લગ્ન કરવા ઇચ્છે છે, તો જ્યારે માનવ તેના લગ્નની વાત કરવા તેના પરિવારમાં આવે છે ત્યારે મેડહાઉસની કેટલીક રહસ્યમય બાબતો તેની સામે આવશે. રહસ્ય, રોમાંચ અને કોમેડી સાથે પ્રેમકથાનું આવું અદ્દભુત સમન્વય, જે છેવટ સુધી જકડી રાખે એવું અત્યાર સુધી કોઈપણ ગુજરાતી મૂવીમાં જોવા નથી મળ્યું. 
 
આ મૂવીની રજૂઆત અંગે મુખ્ય કલાકાર મલ્હાર ઠાકર કહે છે, “આ અનિશ્ચિત અને મુશ્કેલ સમય છતાં પણ દરેક કલાકારો માટે એ વધુ મહત્વનું છે કે, તેઓ એક સલામત અને મનોરંજક વાતાવરણ ઉભું કરે. મારી નવી ફિલ્મ સ્વાગતમની રિલીઝનો હેતુ પણ લોકોનો ધ્યાન વાળવાનો છે અને શેમારૂમી પ્લેટફોર્મ પર થિએટ્રિકલ રિલીઝ પહેલા દર્શકો ડિઝીટલ પ્રથમ રિલીઝ મૂવીને જોઈ શકશે. આ મૂવી અત્યંત પાગલ કરી દે તેવી છે અને મને વિશ્વાસ છે કે, દર્શકો તેમના ઘરે સલામત અને આરામદાયી રીતે આ ફિલ્મને માણી શકશે.”
 
આમાં ઉમેરો કરતા, મુખ્ય અભિનેત્રી કથા પટેલ કહે છે, “હાલનો સમય અત્યંત ખરાબ છે અને હું પણ મનને થોડું વાળવા માટે મારા ઓટીટી સ્ક્રીન પર નજર કરું છું. ત્યારે હું આશા રાખું છું કે, મારું પ્રથમ મૂવી સ્વાગતમ્ પણ દર્શકોને ખેંચી શકશે. હાલમાં દર્શકો સાવચેતીના પગલાને અનુસરી ઘરે રહ્યા છે, ત્યારે હું ખુશ છું કે, શેમારૂમી પરની આ નવી ડિજીટલ પ્રથમ રિલીઝ દ્વારા હું તેમનું મનોરંજન કરી શકીશ. મારી ફિલ્મને લઈને દર્શકોનો પ્રેમ અને પ્રતિભાવ કેવો હશે એ જાણવા માટે અત્યંત ઉત્સાહિત છું.”
ચેતન ધનાણી કહે છે, “હું અત્યંત રોમાંચિત છું કે, મારું મૂવી સ્વાગતમ, થિએટરમાં આવતા પહેલા ખાસ શેમારૂમી પર રિલીઝ થવા જઈ રહી છે. આ મુશ્કેલ સમયમાં તમારા પરિવારની સાથે અને ચહિતાઓની સાથે ઘરમાં રહેવું, સલામત રહેવું, સારો સમય વિતાવવો તથા મનોરંજન મેળવવું એ વધુ સારું છે.”
 
શેમારૂમી પરની આ મલ્ટીસ્ટારર રિલીઝ અંગે જણાવતા પ્રતિભાશાળી કલાકાર ઓજસ રાવલ ઉમેરે છે, “મને મારી મૂવી સ્વાગતમ મળવાની ખુશી છે, હવે તે થિએટર રિલીઝ પહેલા શેમારૂમી એપ પર ડિજીટલ રીતે રિલીઝ થશે. આપણા બધા માટે આ એક પરિક્ષાનો સમય છે, પણ મને ખાતરી છે કે, આ મૂવી દર્શકોના જીવનમાં કેટલીક ખુશીની ક્ષણો લાવવામાં સફળ થશે. આ એક અલગ જ પ્રકારની થ્રિલર કોમેડી છે, તો, તેના શૂટિંગનો અનુભવ પણ મજાનો હતો! હું ખુશ છું કે, હવે દર્શકો આ મૂવીને તેમના ઘરેથી સલામાત રીતે માણી શકશે.”
 
કેશ ઓન ડિલિવરી, શરતો લાગુ અને સારાભાઈ જેવી મૂવીના અદ્દભુત ડિરેક્ટર નિરજ જોશી દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં માનવનું પાત્ર ગુજરાતી મૂવીના દિલોંની ધડકન મલ્હાર ઠાકર છે, તેની પ્રેમિકા જાનવી તરીકે કથા પટેલની સાથે, વંદના પાઠક, ઓજસ રાવલ, રૂપા મેહતા, જય ઉપાધ્યાય અને ચેતન ધનાણી મુખ્ય ભૂમિકામાં છે. 
 
શેમારૂમી ગુજરાતી આપ સૌની સમક્ષ ગુજરાતી નાટક, વેબ સિરિઝ અને મૂવીનું સ્ટ્રીમિંગ લાવી રહ્યું છે, ત્યારે આ સર્વપ્રથમ એવું છે કે, કોઈ ગુજરાતી ફિલ્મને થિએટર પહેલા તે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરી રહ્યું છે. સાથે દર સપ્તાહ તમને આવા જ આકર્ષક કન્ટેન્ટ આ પ્લેટફોર્મ પર જોવા મળશે.

 
શેમારૂમી પાસે 500થી પણ વધુ ટાઈટલની વિશાળ લાઇબ્રેરી પડી છે, જેમાં દરેક શ્રેણીના મૂવી, નાટક, વેબ સિરિઝ, ચેટ શો વગેરેનો સમાવેશ થાય છે, જે સમગ્ર પરિવારને જકડી રાખે તેવું છે. શેમારૂમીના વપરાશકર્તા ખાસ શરૂઆતી ઓફર 365 દિવસ માટે 365માં અમર્યાદિત મનોરંજનને માણી શકે છે. આ શરૂઆતી ઓફરને મેળવવા માટે આઇઓએસ વપરાશકર્તા www.shemaroome.com પર મેળવી શકશે, ત્યારબાદ તેઓ તેમના આઇઓએસ ડિવાઈસ પર શેમારૂમી એપ પર લોગઇન કરી શકશે. શેમારૂમીના નવા મૂવી ભરત સેવક તથા TerraBento પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ તથા દિવ્યેશ દોશીની માલિકીના એનજે પ્રોડક્શન હાઉસ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે.