શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:40 IST)

અમૃતસરી લંગરવાળી દાળ

અમૃતસરી લંગરવાળી દાળ

સામગ્રી: અડદની દાળ - 1 કપ ,ચણા દાળ - 1/4 કપ, પાણી -4 કપ , વઘાર  માટે લીલા મરચાં - 5,સમારેલી ડુંગળી - 3 ચમચી, સમારેલી ટમેટાં - 1/4 કપ,આદું -2 ચમચી ,2 મોટી ચમચી સમારેલુ લસણ ,લાલ મરચાંની પાવડર - 1/4 ચમચી, તેલ - 3 ચમચા, ફુદીના 6-7 પાન. સ્વાદપ્રમાણે મીઠું
 
બનાવવાની  રીત -: દાળને ધોઈ 4-5 કલાક પાણીમાં પલાળી દો. પછી પાણી ગાળીને  પ્રેશર કૂકરમાં પાણી અને 1.5ચમચી આદુ અને લસણનો પેસ્ટ ઉમેરી કુકરમાં બાફી લો. .થોડી દાળને મેશ કરી લો. પછી એક ફ્રાય પેનમાં તેલ ગર્મ કરી એમાં  ડુંગળી નાખી સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં  બાકીનુ આદુ અને લસણ પેસ્ટ ઉમેરો. પછી લીલા મરચા ઉમેરો. થોડા સમય માટે તેમને ફ્રાય કરો. હવે ટમેટાં નાખો અને  તેલ ઉપર આવે ત્યાં સુધી  ફ્રાય ઉમેરો. આ વઘારને દાળ પર નાખો. મિક્સ કરી અને મીઠું નાખો. 4-5 મિનિટ માટે ઉકળવા દો. ફુદીનાના પાન ઉમેરી સર્વ કરો.