સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By

વેબદુનિયા રેસીપી- ચિકન રાઈસ

સામગ્રી - 1/2 કિલો બાસમતી ચોખા, 250 ગ્રામ મટન, 75 ગ્રામ દહીં, 15 ગ્રામ લસણ, 15 ગ્રામ આદુ, 125 ગ્રામ ડુંગરી, 5 ઈલાયચી, 10 કાળા મરી, 15 ગ્રામ આખા ધાણા, મીઠુ સ્વાદ મુજબ 
 
બનાવવાની રીત - બાસમતી ચોખાને અડધો કલાક પલાળી દો. લસણ, આદુ, ડુંગરી, ઈલાયચી, કાળા મરી, અને ધાણાને વાટીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને દહીંમાં ભેળવી દો. 
 
હવે મટનના ટુકડાં કરો અને ખીમો પણ તૈયાર કરી આમાં નાખી દો. થોડુ પાણી અને સ્વાદમુજબ મીઠુ નાખી તેને ઉકાળો. ઉકાળ્યા પછી મટન અને ખીમાને આમાંથી કાઢી લો. બચેલી ગ્રેવીમાં ચોખાનું પાણી નિતારીન તેને નાખીને ઉકાળો. 
 
જરૂર પડે તો થોડુ પાણી નાખીને ભેળવી લો. હવે મટન અને ખીમાને બીજી હાંડીમાં નાખો, તેની ઉપર ઉકાળેલા ચોખા મુકો. ઉપરથી કેવડાનુ પાણી અને કેસર ભેળવી દો. હાંડીને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દો.