સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 29 માર્ચ 2018 (11:31 IST)

Gujarati Recipe - કાચી કેરીનો પુલાવ

કાચી કેરીનું ખાટો ટેસ્ટ દરેક ડિશમાં ચટકારા વાળા સ્વાદ લઈ આવે છે. આ રીતે કાચી કેરીનો પુલાવનો જાયકો છે. અહીં જાણો આ લાજવાબ ટેસ્ટની સરળ રેસીપી 
જરૂરી સામગ્રી 
4 કપ બાફેલા ભાત 
એક કાચું કેરી સમારેલું
એક લીલા મરચા 
અડધી નાની ચમચી હળદર પાઉડર 
2 આખા સૂકા લાલ મરચા 
એક ચપટી હીંગ વાટેલી 
3-4 લીમડા 
એક નાની ચમચી સરસો 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ 
સજાવટ માટે 
સમારેલું કોથમીર 
વિધિ 
- ગૈસ પર પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસો, આખી લાલ મરચી, લીમડા અને હીંગ નાખી મધ્યમ તાપ પર ફ્રાઈ કરો. 
- જ્યારે સરસો લાગે તો લીલા મરચા નાખી 10 સેકેંડ રાખો. 
- હવે પેનમાં કેરીના ટુકડા અને હળદર પાઉડર નાખી ઢાંકી નાખો. તેને 2-3 મીનિટ સુધી રાંધવું. 
- ત્યારબાદ પેનથી ઢાકણું હટાવી ભાત અને મીઠું નાખી મિક્સ કરો. 
- ભાત પર થોડું પાણી છાંટી તેને ઢાંકી નાખો અને ધીમા તાપ પર 2-3 મિનિટ સુધી રાંધવું. 
- હવે પેનથી ઢાકણું હટાવી અને ભાતને હલાવી ગૈસ બંદ કરી નાખો. 
 - તૈયાર છે કાચી કેરીનો પુલાવ. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.