બટાકાના ભજિયા (Potato Bhajiya) રેસીપી
બટાકાના ભજિયા (Potato Bhajiya) રેસીપી
સામગ્રી:
3 મધ્યમ કદના બટાકા
1 કપ ચણાનો લોટ (બેસન)
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી અજમો
એક ચપટી હિંગ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તેલ તળવા માટે
ALSO READ: નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?
બનાવવાની રીત:
બટાકાને ધોઈને પાતળા ગોળ સ્લાઈસમાં કાપી લો.
એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું, અજમો, હિંગ અને મીઠું મિક્સ કરો.
તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ગાઢ અને સ્મૂથ ખીરું તૈયાર કરો.
ALSO READ: ગુજરાતી વાનગી- વઘારેલી ખીચડી
કડાઈમાં તેલ ગરમ કરો.
બટાકાની સ્લાઈસને ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં નાખો.
ભજિયાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો.
તળેલા ભજિયાને ટિશ્યૂ પેપર પર કાઢી લો.