મિસળ પાવ રેસિપી : મિસળ પાવ મહારાષ્ટ્રનુ એક લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે જે ખાવામાં ખૂબ મજેદાર હોય છે. જે લોકોને તીખુ ખાવુ પસંદ છે તે આ મહારાષ્ટ્રના આ જાણીતા સ્નેકને ટ્રાય કરી શકે છે. તેને બનાવવુ વધુ મુશ્કેલ કામ નથી. તેને બનાવતી વખતે ઘરમાં ઉપયોગમાં થનારા મસાલા અને સામગ્રીની જરૂર હોય છે.
મિસળ પાવ બનાવવા માટે સામગ્રી - આ માટે તમારે બટકા, બીન્સ અને તીખા પેસ્ટની જરૂર પડશે. તેને ખાસ કરીને સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. પણ તમે સાંજના સમયે પણ તેને ખાઈ શકો છો.
ગાર્નિશિંગ માટે:
ડુંગળી
ફરસાણ (ડ્રાય મિક્સ)
કોથમીર
પીરસવા માટે: લીંબુના ટુકડા
મિસળ પાવને કેવી રીતે સર્વ કરવુ - આને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. પાવ પર માખણ લગાડીને સેકો. મિસળ પાવને સર્વ કરતા તેના પર સમારેલી ડુંગળી નાખીને સર્વ કરો.
મિસલ પાવની પેસ્ટ બનાવવા માટેની સામગ્રીઃ
2 ચમચી તેલ
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 કપ ડુંગળી,
1 કપ ટામેટા સમારેલા
3/4 કપ નારિયેળ છીણેલું
સોસ અથવા ગ્રેવી બનાવવા માટે
3 ચમચી તેલ
મસાલેદાર પેસ્ટ
સ્વાદ અનુસાર મીઠું
1 ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન જીરું-ધાણા પાવડર
1/2 ટીસ્પૂન તજ-લવિંગ પાવડર
3 કપ પાણી
ઉસળ બનાવવા માટે:
3 ચમચી તેલ
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1/2 ટીસ્પૂન હિંગ
1 કપ બટેટા (બાફેલા અને ક્યુબ્સમાં કાપીને)
1½ કપ સ્પ્રાઉટ્સ (પાણીમાં પલાળેલા)
1/2 ટીસ્પૂન હળદર પાવડર 1
1 ચમચી ગરમ મસાલો
/2 ચમચી તજ-લવિંગ પાવડર
એક લીંબુનો રસ
3 કપ પાણી
મીઠું સ્વાદ અનુસાર
મિસળ પાવ બનાવવાની વિધિ - એક પેનમાં તેલ ગરમ કરીને તેમા આદુ-લસણની અને ડુંગળીની પેસ્ટ નાખો.
- તેને ત્યા સુધી સેકો જ્યા સુધી પેસ્ટ સાધારણ ભૂરા રંગની ન થઈ જાય.
- તેમા ટામેટા અને કદ્દૂકસ કરેલુ નારિયળ મિક્સ કરો.
- થોડી મિનિટ માટે તેને સેકો
- તે સેક્યા પછી તેને થોડીવાર માટે ઠંડુ થવા મુકી દો.
- જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને વાટી લો.
ગ્રેવી બનાવવા માટે - એક પેનમાં તેલ ગરમ કરીને તેમા વાટેલી પેસ્ટ નાખીને સેકો.
- તેમા મીઠુ ગરમ મસાલો, લાલ મરચાનો પાવડર, હળદર પાવડર, લવિંગ તજનો પાવડર નાખીને મિક્સ કરો
- ત્યારબાદ તેમા પાણી નાખો. તેને ત્યા સુધી પકવો જ્યા સુધી મિક્સર કિનારા પરથી તેલ ન છોડે ત્યાસ સુધી સેકો. જ્યારે આ સારી રીતે સેકાય જાય ત્યારે તેમા જરૂર મુજબ પાણી નાખીને ગ્રેવી તૈયાર કરો. હવે તેને બાજુ પર મુકી દો.
ઉસલ પાવ બનાવવા માટે
- એક પેનમાં તેલ ગરમ કરીને તેમા આદુનુ પેસ્ટ, લસણનુ પેસ્ટ અને હિંગ નાખીને સારી રીતે સેકો.
- તેમા આખી રાત પલાળેલા સ્પ્રાઉટ્સ અને બટાકા મિક્સ કરો.
- તેમા મીઠુ, હળદર પાવડર, ગરમ મસાલો, લવિંગ તજનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો.
- પાણી નાખીને આઠ થી દસ મિનિટ માટે પકવો
- મિક્સચર બફાયા પછી તેને એક વાડકામાં કાઢીને બાજુ પર મુકી દો.
મિસળ બનાવવા માટે
- એક બાઉલમાં સૌ પહેલા બનાવેલી ઉસળ નાખો. ત્યારબાદ બનાવેલી ગ્રેવી નાખીને સમારેલી ડુંગળી અને મિક્સચર નાખો.
- ઉપરથી સમારેલા ધાણા નાખીને પાવ અને લીંબુ સાથે પીરસો.