સોમવાર, 11 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (13:08 IST)

મેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી

નોર્મલ ખિચડી કે મેથીની ભાજી તો તમે અનેકવાર ખાધી હશે.  પણ શુ તમે ક્યારેય મેથીની ભાજી સાથે ખિચડી બનાવવાનો ટ્રાય કર્યો છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.. 
સામગ્રી - એક કપ ચોખા, અડધો કપ મગની દાળ, 100 ગ્રામ મેથીની ભાજી, 1 ડુંગળી સમારેલી, લસણની 7-8 કળી , બે ટામેટા ઝીણ સમારેલા, લીલા મરચા ઝીણા સમારેલા, આદુ લસણની પેસ્ટ, એક ચમચી હળદર, એક ચમચી જીરુ, મીઠુ સ્વાદ મુજબ .. પાણી જરૂર મુજબ, ઘી જરૂર મુજબ
 
બનાવવાની રીત - સૌ પહેલા મીડિયમ તાપ પર પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરવા મુકો
- ઘી ગરમ થતા જ ચોખા દાળ પાણી, જીરુ, એક ચમચી હળદર અને મીઠુ નાખીને મિક્સ કરો અને ઢાંકણ લગાવીને 3 સીટી લઈ લો. 
- બીજી બાજુ મેથીના પાનને સાફ કરીને સારી રીતે ધોઈ લો અને ઝીણી વાટી લો.. 
- હવે મીડિયમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો 
- ઘી ગરમ થતા જ લીલા મરચા અને ડુંગળી નાખીને ચમચાથી હલાવો 
- હવે ટામેટા નાખીને વધુ સોફ્ટ થતા સુધી સાંતળો 
- આદુ લસણની પેસ્ટ, બાકી બચેલી હળદર, મેથીનું પેસ્ટ નાખીને 5 મિનિટ સુધી પકવો 
- ચોખ અને દાળ અને પાણી નાખો.. મીઠુ નાખો 
- પાણી અને ઘી નાખીને પેનને ઢાંકી દો અને ખીચડીને 10થી 15 મિનિટ સુધી પકવો 
- તૈયાર છે મેથી ખિચડે.. ઉપરથી ઘી નાખીને ગરમા ગરમ સર્વ કરો..