બનાવવાની રીત - સૌ પહેલા પાલકના પાન તોડીને જુદા મુકો. તેને બાફી લો પછી તેમા આદુ અને લીલા મરચા નાખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એક કપ હોવી જોઈએ. એક વાડકામાં બેસન, વાટેલી પાલક, દહી, મીઠુ,લીંબુનો રસ, ખાંડ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરો. હવે તેમા ઈનો નાખો. યાદ રાખજો ઈનો નાખ્યા પછી તેને ફેંટ્સહો નહી મિશ્રણને 10 મિનિટ માટે મુકી રાખો. ત્યારબાદ ઢોકળા બનાવવાના સાંચામાં ઘી લગાવો અને મિશ્રણ નાખો. પછી ઢોકળાને 15 મિનિટ માટે સ્ટીમમાં બાફો. અને જ્યારે થઈ જાય ત્યારે તેને 10 મીનિટ ઠંડુ કરીને બાજુ પર મુકી દો. હવે પેનમાં તેલ નાખી ગરમ કરો. તેમા રાઈ-કઢી લીમડો-હિંગ-તલ નાખીને વધાર કરો. પછી ગેસ બંધ કરો અને તેને ઢોકળા પર નાખી દો. પછી ઢોકળાને ચોરસ કાપી લો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર