રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2023 (15:23 IST)

એસ્પ્રેસો કૉફી કેવી રીતે બનાવવી

સામગ્રીઃ દૂધ- 1 કપ, પાણી- 1 મોટો ચમચો, કોફી પાવડર- 1 નાની ચમચી, ખાંડ- 1 નાની ચમચી, ચોકલેટ ગાર્નિશ કરવા માટે.
 
બનાવવાની રીતઃ એક કોફી મગમાં કોફી પાવડર, ખાંડ અને એક મોટો ચમચો પાણી નાખીને સારી રીતે મિકસ કરો. 
જ્યારે આ મિક્સ ભૂરા કલરની થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો. 
એક વાસણમાં દૂધ ગરમ કરો. દૂધનો ઉભરો આવે ત્યાં સુધી તેને ધીમા તાપે ગરમ કરો. 
પરંતુ દૂધને ઉકાળવું નહીં. ગરમ થઈ રહેલા દૂધને કાચના જારમાં નાખીને ફીણ આવે ત્યાં સુધી ઝડપથી ચલાવો. 
કોફીવાળા કપમાં આ ફીણવાળા દૂધને ધીમે ધીમે નાખતા ચમચીથી નાખો. 
પેનમાં વધેલી ફીણને કોફીની ઉપર ઉમેરો. બાદમાં તેને ચોકલેટ સિરપ અથવા ચોકલેટ પાવડરથી ગાર્નિશ કરો.