શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (10:31 IST)

Healthy Breakfast - વેજીટેબલ ખિચડી

Vegetable Biryani
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર, 3 નાની ડુંગળી, 2 નાના બટેટા, 1 કપ લીલા વટાણા, ચપટી ગરમ મસાલો, લસણ જીણું સમારેલું, અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી, મીંઠું સ્વાદનુસાર.
 
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
 
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.