ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:39 IST)

આવી રહ્યું છે ક્રિસમસ .. એવી રીતે બનાવો લાજવાબ કેક વાંચો 15 સરળ ટીપ્સ

ક્રિસમસ અને નવવર્ષ બસ આવી જ ગયું છે કોઈ પણ સેલિબ્રેશનના સમયે કેક ખાવાનું અને બનાવવાનું જુદો જ મહત્વ હોય છે. એવું કેક ભલે ન એ ગોલ કે ચોરસ કે પછીકોઈ પણ ખાસ આકૃતિથી સુસજ્જિત હોય , બધાના મનને લુભાવે છે. 
 
જો તમે ક્રિસમસ અને નવાવર્ષ પર ઘરે જ કેક બનાવવાની વિચારી રહ્યા છો તો નીચે આપેલા ટિપ્સ તમારા માટે ખોબ ઉપયોગી સિદ્ધ થશે . તમે ઘરે સરળતાથી સ્વાદિષ્ટ કેક બનાવી શકો છો. 
* કેક બનાવતા સમયે ધ્યાન રાખો કે મેદો વધારે જૂનો ન હોય 
* ખાંડ બહુ ઝીણી વાટવી અને મેદા વાળી ચાલણી થી બે-ત્રણ વાર  ચાણવી 
* મેંદાને એક જ દિશામાં ફેંટવાથી કેકે સારું ફૂલશે. 
* કેક બેક કરતા પહેલા ઓવન ગર્મ કરી લો જેથી તાપમાન એક સમાન રહે. 
* બેકિંગ ડિશમાં જરાય પણ ભેજ નહી રહેવું જોઈએ. તેથી તેને સારી રીત સુકાવી લો. નહી તો કેક ઠીકથી ફૂલશે નહી 
* કેક નો સામાન ફ્રિજમાંથી થોડા પહેલા કાઢીને બહાર રાખી લો. જેથી તેમનો તાપમાન સામાન્ય રહે. 
* દૂધ નાખવું હોય તો ઠંડુ ન નાખવું પણ થોડું હૂંફાણા કરીને નાખવું. 

* કેક સારી રીત ફૂલે , તેના માતે એક દિવસ પહેલા મિશ્રણને ફેંટીને રાખી લો. 
* કેકમાં સોડા કે બેકિંગ પાવડર નિર્ધારિત માત્રાથી વધારે ન નાખવું નહી તો કેક ફાટવા લાગશે. 
* કેક રાંધતા સમયે તાપ એક સમાન રાખવી. જો ઈલેકટ્રિક ઓવનમાં રાંધો તો તાપમાન 300 ડિગ્રીથી ઓછું ન રાખવું. 
* બેકિંગ ડિશમાં કેક મૂકવાથી પહેલા તેને ચિકણા કરી લો જેથી કેક કાઢતામાં સરળતા રહે. 
* જો કેક વધારે પાકી જાય કે બળી જાય તો તેજ ધારવાળા ચાકૂથી ઉપરી અને કિનાર ભાગ કાપીને જ આઈસિંગ કરવી. 
* આઈસિંગ માટે તાજી ક્રીમ અને આઈસિંગનો પ્રયોગ કરો અને આઈસિંગ સેટ થી જ આઈસિંગ કરવી. 
* જો બે-ત્રણ કેક બનાવવું હોય તો એક સાથે ન બનાવીને એક-એક કરીને બનાવવું. 
* કેક બની ગયું કે નહી તેમની તપાસ કરવા માટે સાફ સલાઈને કેક વચ્ચે નાખવી. જો કેક સલાઈમાં ચોંટી હાય તો સમજી લોકે પાક્યું નહી   , જો નહી ચોંટે તો સમજો કે કેક તૈયાર છે.