રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (17:30 IST)

ગુજરાતી નિબંધ - નાતાલ (ક્રિસમસ)

જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો એક અગત્યનો હિસ્સો છે. નાતાલ અને ઇસ્ટરના તહેવારો દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે.
 
નાતાલ તો નાતાલ દિન  ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે.[૬] નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.
 
નાતાલની ઉજવણી
 
હોંગકોંગમાં નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી . જ્યારે અન્ય દેશોમાં લઘુમતિ ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતા થયા છે. જે દેશોમાં નાતાલના તહેવારને જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોકગણ રાજ્યો (હોંગકોંગ અને મકાઉ સિવાય), જાપાન, સાઉદી અરેબિયા, અલ્જિરિયા, થાઇલેન્ડ, નેપાળ, ઇરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.

આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે પરંતુ તે ઉપરાંત પણ સંખ્યાબંધ ભક્તિની રીતો અને પ્રખ્યાત રીતિરિવાજો આવેલા છે. ક્રિસમસની ઉજવણી પહેલા પૂર્વીય રૂઢિગત દેવળો ઈશુના જન્મની અપેક્ષા સાથે 40 દિવસનો ઇશુના જન્મના પર્વની ઉજવણી કરતાં હતા. જ્યારે પશ્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડ્વેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળની ઉજવણી કરતા હતા. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે.
 
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.
 
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે.

 
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને 
કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.