ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન , ગુરુવાર, 9 જૂન 2022 (18:21 IST)

હવા દ્વારા પણ ફેલાય શકે છે મંકી પૉક્સ, 1000થી વધુ કેસ પર WHOની ચેતવણી - હવે વધી રહ્યો છે ખતરો

monkey virus
દુનિયાભરમાં મંકીપોક્સનો ખતર વધી રહ્યો છે. 29 દેશોમાં સંક્રમણના કેસ 1000થી વધુ થઈ  ગયા છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ બુધવારે ચેતાવણી આપી છે કે હવે મંકીપોક્સનો ખતરો વધી ગયો છે. કારણ કે આ એ દેશોમાં પણ ફેલાય રહ્યો છે જ્યા તે અત્યાર સુધી હાજર નહોતો.  આ દેશોમાં મંકીપોક્સના કેસ હવે એક હજારથી વધુ થઈ ચુક્યા છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અદનોમે કહ્યુ કે વૈશ્વિક સ્વાસ્થ્ય એજંસી વાયરસ વિરુદ્ધ સામુહિક ટીકાકરણની સલાહ આપતી નથી. 
 
એજંસીએ જણાવ્યુ કે અત્યાર સુધી વાયરસ દ્વાર કોઈપણ મોતની ચોખવટ થઈ નથી. એક પ્રેસ કૉન્ફ્રેંસમાં અદનોમે કહ્યુ, 'એ દેશોમાં મંકીપોક્સનો ખતરો હવે વાસ્તવિક છે જ્યા અત્યાર સુધી આ મહામારીના રૂપમાં હાજર નહોતો. મંકીપોક્સ નૌ આફ્રિકી દેશોમાં માણસો વચ્ચે મહામારી (Endemic) ના રૂપમાં હાજર છે. પણ ગયા મહિને આ પ્રકોપ અનેક દેશોમાં ફેલાય ગયો છે. જેમા મોટાભાગના યૂરોપ અને મુખ્ય રૂપે બ્રિટન, સ્પેન અને પુર્તગાલ સામેલ છે. 
 
શું મંકીપોક્સ હવા દ્વારા ફેલાઈ શકે છે?
યુએસમાં અત્યાર સુધીમાં 30 કેસની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ યુએસ હેલ્થ એજન્સી સીડીસીએ તેનું એલર્ટ લેવલ બદલ્યું છે. આ પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું હતું કે મંકીપોક્સ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. તેમણે આ માટે નાઈજીરિયાનું ઉદાહરણ આપ્યું. 2017 માં, નાઇજિરીયાની એક જેલમાં મંકીપોક્સ ચેપ ફેલાયો હતો. કેદીઓ ઉપરાંત આ બીમારીએ આરોગ્ય કર્મચારીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. એવા લોકો પણ હતા જેઓ દર્દીઓના સંપર્કમાં આવ્યા ન હતા. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે મંકીપોક્સ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે.
 
મુખ્યત્વે ગે થઈ રહ્યા છે સંક્રમિત
ટેડ્રોસે કહ્યું કે 29 દેશોમાંથી મંકીપોક્સના 1000 થી વધુ કેસ નોંધાયા છે જ્યાં અગાઉ વાયરસ હાજર ન હતો. અત્યાર સુધી આ દેશોમાં કોઈ મૃત્યુ થયું નથી. જે પુરૂષો સાથે યૌન સંબંધો બનાવનારા પુરૂષો મુખ્યત્વે સંક્રમિત થઈ રહ્યા છે.  જો કે સંક્રમિતોમાં માત્ર સમલૈંગિકોનો સમાવેશ થતો નથી. કેટલાક દેશો સમુદાય ટ્રાન્સમિશનના કેસની જાણ કરવાનું પણ શરૂ કરી રહ્યા છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.