Monkey Pox 'મંકી પોક્સ' 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો શિકાર બનાવી રહ્યો છે, જાણો કેવી રીતે આ ખતરનાક વાયરસ અલગ છે
Monkey pox Virus: કોરોના વાયરસનો ખતરો હવે પૂર્ણ રૂપે ટ્ળ્યુ પણ નથી કે એક વધુ વાયરસની આહટએ લોકોના દિલ સ્તબ્ધ થઈ ગયા છે. ખાસ વાત આ છે કે આ વાયરસ પણ કોરોનાની જેમજ સંક્રમિત જીવથી માણસમાં ફેલાય છે.
જણાવીએ કે આ વાયરસનો નામ છે મંકીપોક્સ આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલે છે. બ્રિટેનના સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં નાઈઝીરિયાથી આવ્યુ છે. તેથી શક્યતા છે કે મંકીપોક્સનો સંક્રમણ તે દેશમાં થયુ છે. જણાવીએ કે સ્વાસ્થય સંગઠન મુજબ મંકીપોક્સ પ્રથમ કેસ માણસોમાં વર્ષ 1970માં સામે આવ્યુ હતું.
મંકીપોક્સના લક્ષણો-
મનુષ્યોમાં, મંકીપોક્સના લક્ષણો શીતળા જેવા જ હોય છે પરંતુ હળવા હોય છે. મંકીપોક્સ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક સાથે શરૂ થાય છે.
મંકીપોક્સના લક્ષણો શીતળાના લક્ષણો જેવા જ છે પરંતુ હળવા છે. મંકીપોક્સના પ્રારંભિક લક્ષણોમાં ફલૂ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે જેમ કે:
-તાવ.
- ઠંડી લાગે છે.
- માથાનો દુખાવો.
- સ્નાયુઓમાં દુખાવો.
- થાક.
- સોજો લસિકા ગ્રંથિ