તાલિબાન સરકારે બ્યુટી પાર્લર પર મુક્યો પ્રતિબંધ
Taliban Beauty Parlours: તાલિબાન સરકારે હવે અફઘાનિસ્તાનમાં બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને એક મહિનામાં પોતાનો ધંધો બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા તાલિબાન મહિલાઓ પર શિક્ષણ અને નોકરીમાં ઘણા નિયંત્રણો લાદી ચૂક્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓની સરકારે મહિલાઓના બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને ધંધો બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપી છે.
તાલિબાન સરકારના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતા પર આ એક નવો પ્રતિબંધ છે.
Edited By-Monica Sahu