શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2023 (12:28 IST)

રોલરકોસ્ટર અટક્યુ તો 3 કલાક સુધી ઉંધા લટકતા રહ્યા બાળકો.. video જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

rolar coaster
rolar coaster
America Rollercoaster Ride - મોટેભાગે એંડવેંચર પાર્ક્સમાં મોટી મોટી રાઈડ્સ ગંભીર દુર્ઘટનામાં શિકાર થઈ જાય છે તો અનેકવાર વિશાળ રાઈડ અટકી જવાથી લોકોમાં જીવનભરનો ખોફ રહી જાય છે. તાજેતરમાં અમેરિકામાં પણ આવુ જ કંઈક થયુ. અહી એક રઈડ પર ફંસાયેલા બાળકોનો જીવ બચી ગયો. રાઈડની વચ્ચે જ રોલરકોસ્ટર ખરાબ થઈ જવાને કારણે કેટલાક બાળકોનુ એક ગ્રુપ કલાકો સુધી ઉંઘુ લટકી રહ્યુ. જેનો ભયાનક વીડિયો સામે આવ્યો તો લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા. અમેરિકાના વિસ્કૉન્સિનના ક્રૈડનમાં ફોરેસ્ટ કાઉંટી ફેસ્ટિવલમાં ફાયરબોલ કોસ્ટર, રવિવારે અચાનક ચાલતા-ચાલતા બંધ પડી ગયુ. 
 
બાળકો  ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા 
 
સીબીએસ સાથે એફિલિએટેડ ડબલ્યૂએસડબલ્યુની રિપોર્ટ મુજબ એ સમયે રોલરકોસ્ટર પર આઠ લોકો સવાર હતા જેમા સાત બાળકો પણ સામેલ હતા. તે લગભગ ત્રણ કલાક સુધી હવામાં ફસાયેલા રહ્યા.  કારણ કે ઈમરજ્ંસી રેસ્પોડર્સને તેમને નીચે ઉતારવામાં ઘણો સમય લાગી ગયો.  બપોરે લગભગ 2 વાગે ટિપ્ડ ઓવર કાર્નિવલ રાઈડની રિપોર્ટ પછી એંટીગો અગ્નિશમન વિભાગને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવ્યુ.  

આ રીતે બધા સુરક્ષિત બચી ગયા 
 
અગ્નિશામક ઇએમટી એરિકા કોસ્ટિચકાએ સ્થાનિક ટીવી સ્ટેશનને જણાવ્યું હતું કે, "બચાવ કામગીરી એવી નથી કે જે તાત્કાલિક કરી શકાય." લગભગ ત્રણ વાગ્યાની આસપાસના કાઉન્ટીઓમાંથી ઈમરજેંસી રેસ્પોંડર્સ ને રાઇડર્સને મદદ કરવા માટે કથિત રીતે બોલાવવામાં આવ્યા હતા અને અંતે બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.