રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (11:34 IST)

દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે અમારા પર નહી - ઈમરાન પર ભડકેલા પાક. મંત્રીની કબૂલાત Video

ભલે દુનિયા સામે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરનો રાગ આલાપી લે પણ તેમને પણ જાણ છેકે તેમની વાત પર દુનિયા વિશ્વાસ નહી કરે. કાશ્મીર મુદ્દા પર વારેઘડીએ ધમકી આપનારુ પાકિસ્તાન દુનિયામાં જ નહી પણ પોતાના ઘરમાં જ એકલુ પડી રહ્યુ છે.  ખુદ પાકિસ્તાનના મંત્રી પણ આ વાતને માને છે કે પાકિસ્તાનની વાતને દુનિયામાં કોઈ નથી સાંભળી રહ્યુ અને જે સાંભળી રહ્યુ છે તે વિશ્વાસ નથી કરી રહ્યુ. 

પાકિસ્તાનના આંતરિક મંત્રી (ગૃહમંત્રી) બ્રિગેડિયર એજાજ અહમદ શાહે એક ઈંટરવ્યુમાં કબુલ્યુ છેકે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કોઈ વિશ્વાસ નથી કરતુ. તેમને ઈંટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલુ જ નહી, એજાજ અહમદે પોતાના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર પણ હુમલો બોલ્યો. તેમને દેશની છબિ બગાડવા માટે ઈમરાન ખાન સાથે રૂલિંગ ઈલાઈટ ક્લાસને પણ જવાબદાર ઠેરવ્યા. 
 
વીડિયોમાં પાકિસ્તાનના ગૃહ મંત્રી એજાજ એહમદ શાહ કહે છે કે જમ્મુ કાશ્મીરના મુદ્દે હવે લોકો અમારી વાતનો વિશ્વાસ નથી કરી રહ્યા. અમે કહીએ છીએ કે ભારતે કાશ્મીરમાં કરફ્યુ લગવ્યો છે અને અમે કહીએ છીએ કે ત્યા લોકોને મારવામા6 આવી રહ્યા છે.  જમવાનુ નથી આપી રહ્યા. ત્યા અત્યાચર થઈ રહ્યો છે.  પણ અમારી વાત કોઈ માનવા તૈયાર નથી અને દરેક કોઈ ભારતની વાત પર જ  વિશ્વાસ કરે છે. આ એક દિવસનુ કામ નથી. 
 
જ્યારે ઈંટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યુ કે શુ ઈમરાન ખાન બેનઝીર ભુટ્ટો, પરવેઝ મુશરફ, જરદાર નવાઝ શરીફનો રોલ છે દેશની છબિ બગાડવામાં.  તો તેના પર એજાજ કહે છે કે આ બધા જ જવાબદાર છે. દેશ પર રાજ કરનારાઓએ જ છબિ બગાડી મુકી છે. અત્યાર સુધી જે પણ દેશની સત્તાના ટોચ પર રહ્યા છે તે બધા પાકિસ્તાનની છબિ બગાડવાને લઈને જવાબદાર છે.