બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (11:21 IST)

SLvsPAK: શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પર જવાની ના પાડી

Pakistan vs Sri Lanka: શ્રીલંકાઈ ક્રિકેટ ટીમના ઓછામાં ઓછા 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી પોતાનુ નામ પરત લઈ લીધુ છે. શ્રીલંકાને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પાકિસ્તાન પ્રવાસ પર સીમિત ઓવરોની શ્રેણી રમવાની છે. જિયો ટીવીએ શ્રીલંકા ક્રિકેટના હવાલાથી સોમવારે જણાવ્યુ કે જે ખેલાડીઓએ સુરક્ષા કારણોથી પાકિસ્તાન પ્રવાસ પરથી નમ પરત લઈ લીધ ઉ છે તેમા વનડે ટીમના કપ્તાન દિમૂથ કરુણારત્ને, ટી20 કપ્તાન લસિથ મલિંગા, પૂર્વ કપ્તાન એંજેલો મૈથ્યુઝ, નિરોશન ડિકવેલા, કસલ પરેરા, ઘનંજય ડી સિલ્વા, અકિલા ઘનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમૂથ કરુણારત્નેનો સમાવેશ છે. 
 
એસએલસીએ કહ્યુ કે ખેલાડીઓએ સીમિત ઓવરોની શ્રેણી માટે સુરક્ષા પ્રબંધો વિશે જણાવ્યુ હતુ અને પછી તેમને તેના પર નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી પોતાનુ નામ પરત લઈ લીધુ. 
 
આ પહેલા શ્રીલંકાના રમત મંત્રી હેરિન ફર્નાર્ડોએ કહ્યુ હતુ કે મોટાભાગના ખેલાડીઓના પરિવારોએ સુરક્ષા સ્થિતિને લઈને પોતાની ચિતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે ટીમના અધિકારી ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને પાક્સિતાન પ્રવાસ માટે તેમને સમજાવશે કે ત્યા તેમને પૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. 
 
આ સંબંધે સોમવરે એક બેઠક થઈ, જેમા ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસ પરથી પોતાનુ નામ પરત લેવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાને શ્રીલંકા સાથે થનારી આ ઘરેલુ શ્રેણી માટે તારીખોનુ પણ એલાન કરી દીધુ છે. પાકિસ્તાન અને શ્રીલંકાને કરાચીના નેશનલ સ્ટેડિયમમા 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર અને બે ઓક્ટોબરના રોજ ત્રણ મેચોની વનડે શ્રેણી રમવાની છે. 
 
ત્યારબાદ બંને ટીમો લાહોરના ગધગ્રાફી સ્ટેડિયમમાં પાંચ સાત અને નવ ઓક્ટોબરના રોજ ત્રણ મેચોની ટી20 સીરીઝ રમશે. ત્યારબાદ શ્રીલંકા પણ ડિસેમ્બરમાં બે મેચોની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પાકિસ્તાનની મેજબાની કરશે. 
 
ઉલ્લેખનીય છે કે માર્ચ 2009માં લાહોરમાં ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકા ટીમ બસ પર આતંકવાદીઓના હુમલા પછી મોટાભાગના આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી ક હ્હે. આ પ્રવાસને પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ કરવાની દિશામાં મહત્વના પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. 
 
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જણાવ્યુ કે શરૂઆતી ટીમમા6 સામેલ ખેલાડીઓને કરાચીમાં 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહેલ છ મેચોની સીમિત ઓવરોની શ્રેણી માટે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપવામાં આવી અને તેમને આ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી કે તેઓ પ્રવાસ પર જવા માંગે છે કે નહી.   બેટ્સમ્ને દનુષ્કા ગુણાતિલકે કહ્યુ કે તેમનુ માનવુ છેકે સુરક્ષા પર્યાપ્ત રહેશે. તેમણે કહ્યુ, "તેમને અમને જણાવ્યુ કે તેના મુજબ મને લાગે છે કે ત્યા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે."