મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ડરબન . , મંગળવાર, 8 જૂન 2021 (15:05 IST)

Mahatma Gandhi ની પ્રપૌત્રી Ashish Lata Ramgobin ને મળી 7 વર્ષની સજા, આ આરોપમાં દોષી જોવા મળ્યા

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રપૌત્રી આશીલ લતા રામગોબિન  (Ashish Lata Ramgobin)ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રૈંડ (આફ્રિકન મુદ્રા) એટલે કે લગભગ 3.22 કરોડ રૂપિયાની દગાબાજી અને જાલસાજી ના મામલે તેમની ભૂમિકા માટે દોષી સાબિત કર્યા છે. 
 
આ મામલે દોષી જોવા મલી આશીષ લતા રામગોબિન 
 
વેબસાઈટ WION ના મુજબ 56 વર્ષીય આશીષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin) પર આરોપ છે કે તેણે બિઝનેસમેન એસઆર મહારાજ (SR Maharaj) ને દગો આપ્યો હતો.  એસઆર મહારાજે તેમને ભારતમાં રહેલ એક કંસાઈટમેંટ માટે આયાત અને આયાત અને કસ્ટમ્સ ડ્યુટી તરીકે અગાઉથી 6.2  મિલિયન રેન્ડ (આફ્રિકન ચલણ) એડવાંસ આપ્યું હતું. આશિષ લતા રામગોબિને તે નફામાં ભાગીદારી આપવાની વાત કરી હતી.
 
કોણ છે આશિષ લતા રામગોબિન ?
 
આશિષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin) જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી (Ela Gandhi) અને સ્વર્ગસ્થ મેવા રામગોવિંદની પુત્રી છે, જેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફીનિક્સ સમાધાનને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
લતાએ રોકાણકારોને આ રીતે આપ્યો દગો 
 
2015 માં, લતા રામગોબિન વિરુદ્ધ કેસની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય ફરિયાદી ઓથોરિટી (NPA) ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે આશિષ લતા રામગોબિન(Ashish Lata Ramgobin)એ  સંભવિત રોકાણકારોને કથિત રૂપે નકલી ઈનવોઈસ  અને દસ્તાવેજો આપ્યા હતા. જેના દ્વારા તે રોકાણકારોને કહેતી હતી કે શણના ત્રણ કન્ટેનર ભારતથી મોકલવામાં આવી રહ્યા છે.
 
એનપીએ(NPA)ની પ્રવક્તા નતાશા કારાએ સોમવારે જણાવ્યુ કે, 'લતા રામગોબિને કહ્યું હતું કે આયાત ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચૂકવવા માટે તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે, તેમને બંદર પર સામાન ખાલી કરવા માટે  પૈસાની જરૂર હતી.' ત્યારબાદ લતા રામગોબિને મહારાજને કહ્યું કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરૂર છે. તેમને સમજાવવા માટે સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. તેના એક મહિના પછી, લતા રામગોબિને ફરીથી  એસઆર મહારાજને બીજો દસ્તાવેજ મોકલ્યો, જે નેટકેયર ચાલાન હતુ.  જેના દ્વારા એ જાણ થાય છે કે માલ ડિલીવર થઈ ગયો છે અને તેની ચુકવણી કરવામાં આવી નથી.