બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (20:18 IST)

સૌને ફ્રી વેક્સીનના પીએમ મોદીના એલાનનો શુ છે મતલબ, પાંચ પોઈન્ટમાં સમજો

કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે મોટુ એલાન કર્યુ છે. યોગ દિવસ એટલે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકોને ભારત સરકાર દ્વારા મફત વેક્સીન લગાવવામાં આવે. પીએમ મોદીએ એલાન કર્યુ કે રાજયો પાસેથી વેક્સીનેશનનુ કામ પરત લેવામાં આવે અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ કરશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની કોઈપણ રાજ્ય સરકારને વેક્સીન પર કશુ પણ ખર્ચ નહી કરવો પડે. અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત એક્સીન મળી છે. હવે 18 વર્ષની આયુના લોકો પણ તેમા જોડાય જશે.  બધા દેશવાસીઓ માટે સરકાર જ મફત વેક્સીન પુરી પાડશે.  વેક્સીન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સીનના ઉત્પાદનના 75 ટકા ભાગ સરકાર પોતે જ ખરીદીને રાજ્ય સરકારોને મફત આપશે. 
 
પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકે એ વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ, વેક્સીનની નિર્ધારિત કિમંત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની પર નજર રાખવાનુ કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે. 
 
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોરોનાની બીજી લહેર સાથે દેશની લડાઈ ચાલુ છે. દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ ખૂબ મોટી પીડામાંથી પસાર થયુ છે. પીએમ મોદીએ કહ્યુ કે અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા છે આવામાં બધા પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. 
 
કોરોના વેક્સીનને લઈને જન્મી રહેલ ધારણાઓને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોઈપણ કોઈ અફવામાં ન આવે અને નિવેદનો પર ન જાય. દરેક કોઈ વેક્સીન લગાવે. સમાજના બુદ્ધિજન સામાન્ય લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરે. 
 
પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યુ કે આપણે દરેક શંકાઓને બાજુ પર મુકીને ભારતે એક વર્ષની અંદર જ એક નહી પરંતુ બે બે મેડ ઈન ઈંડિયા વેક્સીન્સ લોંચ કરી દીધી. આપણા દએશના વૈજ્ઞાનિકોએ એ બતાવી દીધુ કે ભારત મોટા મોટા દેશો કરતા પાછળ નથી. આજે હુ જ્યારે તમારી સઆથે વાત કરી રહ્યો છુ તો દેશમાં 23 કરોડથી વધુ વેક્સીનની ડોઝ અપાઈ ચુકાઈ છે. 
 
તેમને કહ્યુ કે આજે આખા વિશ્વમાં વેક્સીનની માંગ છે. તેની તુલનામાં ઉત્પાદન કરનારાઓ દેશ અને વેક્સીન બનાવનારી કંપનીઓ ખૂબ ઓછી છે.  કલ્પના કરો કે જો આજ સુધી પણ જો ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શુ થતુ  ?